Gujarati Samaj of NSW

Current News

 

સુરતમાં 14 વર્ષની સગીરાને રિક્ષામાંથી બહાર ફેંકાઈ, કપડાં ફાટેલી હાલતમાં
Posted on Wednesday June 21, 2017

સુરતમાં બુધવારના રોજ આજે 14 વર્ષની સગીરા ફાટેલા કપડામાં મળી આવી હતી. આ જોતા ત્યાં સ્થાનિકો ભેગા થઈ ગયા હતાં. તેમણે ખટોદરા પોલીસને પણ આ ઘટનાની જાણ કરી હતી. પોલીસે આ સગીરાની પૂછપરછ કરી હતી જેમાં તેની વાતોમાં અનેક વિરોધાભાસ જોવા મળ્યાં હતાં.

આ મામલે મળતી માહિતી પ્રમાણે કિશોરી મહાદેવનગર વિશ્વકર્મા મંદિરની પાછળથી મળી આવી હતી. સગીરાના કપડાં એકદમ ગંદા અને ફાટેલી હાલતમાં હતાં. શ્રમજીવી પરિવારની કિશોરી ધોરણ-6માં અભ્યાસ કરે છે. તેના કહેવા પ્રમાણે 11 વાગ્યાને 7 મિનિટે ટ્યુશનથી છૂટી હતી. ત્યારબાદ તેને 11 અને 12 મિનિટે તેના બનેવીને ફોન પર જાણ કરી હતી. આ સમયની વચ્ચે તેણીને ઈન્જેકશન આપી બેભાન કરીને દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. આ સ્ટેટમેન્ટ પર અનેક સવાલો ઉભા થયા છે કે આટલી જલ્દી બધું કેવી રીતે બની ગયું.

આ ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યાં હતાં. આ મામલે જરૂર પડશે તો સગીરાની મેડીકલ તપાસ પણ કરાવવામાં આવશે.સુરતની 9 વર્ષની ધનશ્રીએ સર કર્યું રશિયાનું સૌથી ઉંચું શિખર
Posted on Wednesday June 21, 2017

સુરતની નવ વર્ષની ધનશ્રી મહેતાએ સૌથી નાની ઉંમરમાં રશિયાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એલબ્રુસ સર કરી લીધું છે. યુરોપનું 18510 ફૂટ ઊંચું માઉન્ટ એલબ્રુસ શિખર ધનશ્રીએ તેની માતા સારિકા, 13 વર્ષના ભાઇ જનમ અને પપ્પા જીજ્ઞેશભાઇ સાથે સર કર્યું. પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતી ધનશ્રી 18મી જૂનના રોજ રશિયાનો માઉન્ટ એલબ્રુસ સર કરનારી સૌથી નાની વ્યક્તિ બની ગઇ છે.

ધનશ્રીની માતા બાઇકર્સ ડૉ,સારિકા મહેતાનું કહેવું છે કે એક સમયે ભારે તોફાનના લીધે અમે પાછા જવાનો નિર્ણય લીધો હતો. અમે બાળકો માટે ખૂબ જ ડરી ગયા હતા. પરંતુ બાળકો મક્કમ હતા. તેમણે કહ્યું કે જ્યારે અમે ત્રણ ચતુર્થાંશ પર્વત તો સર કરી લીધો છે તો હવે ટોચ પણ સર કરી લઇએ.

પોતાની નવ વર્ષની દીકરીને યુરોપનું સૌથી ઊંચુ શિખર માઉન્ટ એલબ્રુસ સર કરીને પાછી આવતા જોઇને માતા પોતાના ખુશીના આંસુ રોકી શકતી નથી. માતાએ દીકરીને બાથમાં લઇને કહ્યું કે તેં કરી બતાવ્યું, તું બહું બહાદુર છોકરી છે. નીચે દર્શાવેલ વીડિયોમાં તમે જોઇ શકો છો કે મા-દીકરી હરખના આંસુ રોકી શકતા નથી.

ધનશ્રીના પરિવારના ચારેય લોકો માટે છેલ્લો દિવસ ખૂબ જ અઘરો હતો કારણ કે તેને ટોચ પર પહોંચતા 11 કલાક લાગ્યા અને દરેકે 10થી 12 કિલો વજન ઊંચકવું પડતું હતું. ધનશ્રી અને જનમનો ઉત્સાહ વધારવામાં બીજા પવર્તારોહણોએ પણ મદદ કરી. આખા વિશ્વમાંથી અહીં હાઇકિંગ માટે આવતા લોકોએ આ બંને નાના બાળકોને જોઇને ખૂબ જ નવાઇ પામી ગયા હતા.

ધનશ્રીનું કહેવું છે કે મારી માતા એ કયારેય માઉન્ટ એવરેસ્ટ સર કર્યો નથી, હું ત્યાં જવા માંગું છું. અમે એક વાર ફરીથી પરિવાર સાથે માઉન્ટ એવરેસ્ટ સર કરવા જઇશું.બારડોલીના યુવાને રાષ્ટ્રધ્વજનું અપમાન કરતો ફોટો અપલોડ કરતાં મામલો ગરમાયો
Posted on Wednesday June 21, 2017

ગયા રવિવારે ભારત પાકીસ્તાન વચ્ચે ઈંગ્લેન્ડના ઓવલ ગ્રાઉન્ડ પર રમાયેલી ચેમ્પિયન ટ્રોફી ક્રિકેટ મેચની ફાઈનલમાં પાકીસ્તાન સામે ભારતી હાર થતાં સોસિયલ મિડીયા પર અને ફેસબુક પર જાત જાતની કોમેન્ટો વહેતી થઈ હતી. તે વચ્ચે બારડોલીના મુસ્લિમ યુવક નાઝીમ પઠાણે પોતાના ફેસબુક એકાઉન્ટ પર ભારતના રાષ્ટ્ર ધ્વજનો ફોટો અપલોડ કરતા મમલો ગરમાયો હતો. પોલીસે આ મુસ્લિમ યુવકની હરકતો બાબતે ઝીણવટ ભરી તપાસ કરી તેના વિરૃધ્ધ કોઈએ ફરીયાદ નહીં કરતા માત્ર અટકાયતી પગલા ભરીને છોડી દેવાની હકીકત બહાર આવી છે.

બારડોલી પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો પ્રમાણે ગત રવિવારે ઈંગ્લેન્ડમાં રમાઈ ગયેલી ભારત અને પાકીસ્તાન વચ્ચેની ચેમ્પિયન ટ્રોફીની ફાઈનલ મેચમાં પાકીસ્તાન સામે ભારતના પરાજય બાદ બારડોલીના આશિયાના નગર વિસ્તારમાં રહેતા ૧૯ ર્વિષય ગેરેજ મેકેનિક તરીકે કામ કરતા નાઝીમ પઠાણે પોતાની માનસિકતા છતી કરવા માટે પોતાના ફેસબુક એકાઉન્ટ પર ભારતના રાષ્ટ્રધ્વજનું અપમાન કરતો ફોટો અપલોડ કરી દીધો હતો. નાઝીમ પઠાણે અપલોડ કરેલો આ ફોટો અન્ય લોકોના એકાઉન્ટમાં પણ વાયરલ થતાં આ મુસ્લિમ યુવક જાણીતો હોવાની શોધખોળ અને ચર્ચાઓ સાથે આ યુવક બારડોલીનો જ હોવાની વાત ફેલાતા મામલો ગરમાયો હતો.

કોઈક ઈસમ દ્વારા બારડોલી પોલીસને નાઝીમ પઠાણ અંગેની માહીતી અપાતા પોલીસ બારડોલીના આશિયાના નગરમાં તેના ઘરે પહોંચી ગઈ હતી અને તેને ઉઠાવી લાવી હતી. અનેક પુછપરછ હાથ ધરવા ઉપરાંત આ યુવક આઈ.એસ.આઈ.સહીત ઈન્ડીયન મુસાહીદ્દીન, સીમી કે અન્ય કોઈ દેશદ્રોહી કૃત્ય કરતી એજેન્સીઓ કે સંગઠનો સાથે કે દેશદ્રોહી પ્રવૃત્તિ કરતા લોકો સાથે સંકળાયેલો છે કે કેમ તેની ઝીણવટ ભરી તપાસ પી.આઈ.પંચાલે હાથ ધરી હતી. પરંતુ તપાસમાં બીજી કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ નાઝીમ પઠાણ મામલે જણાઈ ન હતી. આ ગંભીર ઘટના બાબતે બારડોલી પોલીસ મથકે એકપણ દેશપ્રેમી નાગરીક નાઝીમ પઠાણ વિરૃધ્ધ ફરીયાદ કરવા નહીં આવતા પોલીસે આ યુવક વિરૃધ્ધ માત્ર અટકાયતી પગલા ભરી તેને છોડી મુક્યો હતો.લોન અપાવવાના બહાને ચિટર રાકેશ પંચાલનું વધુ એક ભોપાળું
Posted on Wednesday June 21, 2017

ક્રિષ્ણા ફીનકોસેપ્ટ ર્સિવસના ડાયરેક્ટર સામે ગુનો

સુરત તા.૨૦

રિંગરોડ સ્થિત ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરીની ક્રિષ્ણા ફીનકોસેપ્ટ ર્સિવસ નામની કંપનીના ડાયરેક્ટર રાકેશ પંચાલે લોન અપાવવાના બહાને લોભામણી લાલચ આપી લોનના બહાને કમિશન પેટેના રૃા.૧.૭૪ લાખ ચાર વ્યક્તિ પાસે પડાવી લેતા સલાબતપુરા પોલીસે ચીટિંગનો ગુનો નોંધી તપાસ આદરી છે.

ગોડાદરાના કેસર ભવાની નગરમાં રહેતા ભીમભાઇ શાહ  રિક્ષાચાલક છે. સલાબતપુરા પોલીસ મથકે તેમણે રાકેશ પંચાલ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે રાકેશ પંચાલેલોન અપાવવાની લાલચ આપી અનેક લોકોને છેતર્યા છે. લોન મંજૂર કરાવી આપવાની લોભામણી સ્કીમ આપ્યા બાદ ડોક્યુમેન્ટ્સ કબ્જે લઇ લોનની રકમ પર કમિશન પેટે રકમ પહેલાં પડાવી લીધી હતી. લોન મંજૂર થાય તે પહેલાં કમિશનની રકમ ગજવે ઘાલ્યા બાદ લોનના નામે ઠેંગો બતાવતા હતા. રાકેશ પંચાલે રિક્ષાચાલકની ૧૦ લાખની લોન મંજૂર કરાવવાના નામે ૬૦ હજાર કમિશન પેટે, ગીતાદેવી પાસેથી ૧૦ લાખની લોન મંજૂર કરાવવાના નામે ૪૬ હજાર, ચાંદો મહંતોની ૧૦ લાખન લોન મંજૂર કરાવવાના નામે ૩૮,૫૦૦ તથા ધાલચંદની ૮ લાખની લોન મંજૂર કરાવવાના નામે ૩૦ હજાર એમ કુલ્લે ચાર વ્યક્તિ પાસેથી ૧,૭૪,૫૦૦ કમિશન પેટે પડાવી લીધા બાદ લોન મંજૂર નહિ કરાવી વિશ્વાસઘાત કર્યો હતો.  વધુમાં અગાઉ પણ રાકેશ પંચાલ સામે ચીટિંગના અનેક ગુના નોંધાઇ ચૂક્યા છે. સલાબતપુરા પોલીસે રાકેશ પંચાલ સામે ગુનો નોંધી તપાસ આદરી છે.કચીગામમાં સસરાએ વહુના વાળ પકડી માથું દીવાલ સાથે અથડાવ્યું
Posted on Wednesday June 21, 2017

પતિ અને સસરાએ ઢોર માર મારતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો

વલસાડ ,ધરમપુર તા.૨૦

વલસાડ તાલુકાના કચીગામની પરિણીતા પાસેથી નાણાની માંગણી નહિ પુરી થતા તેણીના પતિ તથા સસરાએ ઢોર માર મારતા પરિણીતાને ધરમપુરની ખાનગી હોસ્પિટલમા સારવાર અર્થે ખસેડવામા આવી છે.

જે અંગે ધરમપુર પોલીસે ઝીરો નંબરથી ગુનો નોંધી વધુ તપાસ વલસાડ

રૂરલ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.

વલસાડના કચીગામના ભેંસણા ફળિયામાં રહેતા જગનભાઈ ઢેડીયાભાઈ પટેલની પુત્રી ચંપાબેનના લગ્ન એજ ફળિયામા રહેતા રાહુલભાઈ ધીરુભાઈ પટેલ સાથે થયા હતા. રાહુલ તથા તેમના પિતા ધીરુભાઈ ફકીરભાઈ પટેલ અવાર નવાર ચંપાબેન પાસે પૈસાની માંગણી કરતા હતા. જો કે, મંગળવારે સવારે ૯.૩૦ કલાકે ચંપાબેન પાસે પૈસાની માંગ કરતા તેણીએ પૈસા ન આપતા પતિ તથા સસરાએ ઝગડો કરી માર મારવાનુ શરૂ કર્યુ હતુ. તેણીને માર મારતી વખતે ઉશ્કેરાયેલા સસરા ધીરુભાઈએ તેણીના વાળ પકડી માથુ દિવાલ સાથે અથડાવતા તેણીને ગંભીર ઇજા પહોંચી હતી. બનાવ અંગેની જાણ ચંપાબેને પિતા જગનભાઈને કરતા તેઓ પુત્રીના સાસરે આવી પુત્રીને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવારઅર્થે ધરમપુરની સાંઇનાથ હોસ્પિટલમા દાખલ કરવામા આવી હતી.

જે અંગે પરિણીતાના પિતા જગનભાઈએ જમાઇ રાહુલભાઈ પટેલ તથા વેવાઈ ધીરુભાઈ પટેલ વિરુદ્ધ ધરમપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ઇપીકોની વિવિધ કલમો હેઠળ ઝીરો નંબરથી ગુનો નોંધી વધુ તપાસ વલસાડ રૂરલ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.ચીટિંગના કેસમાં બિલ્ડરની આગોતરા જામીન અરજી હાઈકોર્ટે પણ ફગાવી
Posted on Wednesday June 21, 2017

સુરત, તા. ૨૦

સચિન-કનસાડમાં જમીન માલિક સહિત સંખ્યાબંધ ફલેટ હોલ્ડરો સાથે ચીટિંગ કરનાર તિલક એવન્યુના આરોપી બિલ્ડરની આગોતરા જામીનઅરજી હાઈકોર્ટે કાઢી નાખી હતી.

પુણામાં ગીતાનગર સોસાયટીમાં રહેતા રમેશભાઇ પરષોત્તમભાઇ ગોટીએ કનસાડ ગામમાં આવેલી તેમની ૪૮૮૦ ચોમીવાળી પૈકી ૨૫૦૧ ચોમી જમીનનો સોદો તિલક રિયાલિટી એસ્ટેટના બિલ્ડર બંધુ કેતન અરવિંદ પટેલ અને અમિત અરવિંદ પટેલ (બંને રહે. હેમ્પટન પાર્ક, વેસુ મેઇન રોડ) સાથે કર્યો હતો. ૨૫૦૧ ચોમી જમીનનો સોદો થયો હોવા છતાં પટેલબંધુઓએ ૪૮૮૦ ચોમી જમીનના બનાવટી દસ્તાવેજ બનાવી દીધા હતા. રમેશ ગોટીએ સચિન જીઆઇડીસી પોલીસમાં તેમની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

આ કેસમાં ધરપકડની બીકે બિલ્ડર કેતન પટેલે અગાઉ સુરત સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન નામંજૂર થતાં હાઈકોર્ટમાં ક્વોશિંગ પિટિશન કરી હતી. હાઈકોર્ટે પિટિશન કાઢી નાખ્યા બાદ તેમણે હાઈકોર્ટમાં જ આગોતરા જામીનઅરજી કરી હતી તે પણ હાલમાં જ હાઈકોર્ટે કાઢી નાખી હતી.

કેતન અરવિંદ પટેલ અને અમીત અરવિંદ પટેલે કનસાડની આ જમીન પર તિલક રિયાલિટી નામથી પાંચ માળની ૧૮ બિલ્ડિંગ બનાવવાનો પ્રોજેક્ટ મૂક્યો હતો પણ માત્ર ચાર જ ટાવર બનાવી ચીટિંગ કર્યું હતું.તું છોકરાઓને ક્યાંં લઈ જાય છે, કહીને પૂર્વ પતિએ મહિલાના દાંત તોડી નાંખ્યા
Posted on Wednesday June 21, 2017

બાળકોને શાળાએ મૂકવા જઇ રહેલી મહિલા ઉપર પૂર્વ પતિનો હુમલો

લોહીલુહાણ થઈ ગયેલી મહિલાને ગામલોકોએ હોસ્પિટલમાં ખસેડી

વાપી, તા.૨૦

કપરાડા તાલુકાના ધોધડકુવા ગામે રહેતી મહિલાના છૂટાછેડા થયા બાદ ત્રણ સંતાનોનો કબજો તેની પાસે હોવાથી મંગળવારે તેણી બાળકોને આશ્રમ શાળામાં મુકવા જઈ રહી હતી. દરમિયાનમાં પૂર્વ પતિએ પારડી તાલુકાના અરનાલા ગામે રસ્તામાં રોકી તે મહિલા પર હુમલો કર્યો હતો. ઘટનામાં ગંભીર ઈજા પામેલી મહિલાને ગામલોકોએ હોસ્પિટલમાં ખસેડી સારવાર અપાવી હતી.

મળતી વિગતો મુજબ ધોધડકુવા ગામે રહેતા રાધાબેન ફુલજીભાઇ નાયકા (ઉ.વ. ૨૯)ના લગ્ન લવાસા તા. કપરાડા ગામના પ્રવિણ અરવિંદ વારલી સાથે ૧૧ વર્ષ પૂર્વે થયા હતા. જે બાદ તેને એક છોકરો અને બે છોકરી પણ છે.

જે અનુક્રમે ૧૦ થી ૭ વર્ષના છે. પ્રવિણ વારલી વારંવાર ઝઘડા કરતો હોય, કંટાળીને રાધાબેને તેને છૂટાછેડા આપી હાલ પિતાગૃહે ધોધડકુવા રહેતા હતાંં.

તા. ૧૯-૦૬-૨૦૧૭ નાં રોજ તેમના ત્રણેય સંતાનોને ખેરગામ આશ્રમશાળામાં પ્રવેશ અપાવ્યો હોય તેઓ તેમને મુકવા જતા હતા. આ સમયે પારડી તાલુકાના અરનાલા ગામેથી પસાર થતા હતા. તે દરમિયાન અરનાલા ગામે સ્કુલ સામે પ્રવિણ અરવિંદ વારલી સામે મળી ગયો હતો. તેણે રાધાબેન અને બાળકોને જોતા જ તેમને રોકીને ‘તુ છોકરાઓને કયા લઇ જાય છે’ એમ કહી ગાળો આપી હતી. જે બાદ ત્યાં પડેલો  પથ્થર હાથમાં ઉઠાવી રાધાબેનનાં મોઢા ઉપર બળપૂર્વક ઘા કર્યો હતો. તેથી રાધાબેનનાં દાંત તૂટી જવા સાથે ડાબી આંખીની બાજુમાં પણ ઇજા પહોંચતા તેમને લોહિ નિકળવા લાગ્યુ હતું.

તેથી રાધાબેન તથા બાળકોએ બુમાબુમ કરતા નજીકના રહીશો દોડી આવતા પ્રવિણ શેરડીનાં ખેતરમાં નાસી છૂટયો હતો. વળઈ પ્રવિણે જતા જતા રાધાબેનને કહ્યુ હતુ કે આજે તો તુ બચી ગઇ, બીજી વાર હું તને મારી નાંખીશ.

ઘટના બાદ ગામજનોએ ૧૦૮ ને બોલાવી રાધાબેનને નાનાપોંઢા સરકારી દવાખાનામાં સારવાર અપાવી હતી ત્યાંથી પારડી પોલીસને ફરિયાદ અપાતા પોલીસે પ્રવિણ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.પડતર પ્રશ્નો મામલે વલસાડમાં બીએસએનએલના કર્મચારીઓના ધરણા
Posted on Wednesday June 21, 2017

વલસાડ : વલસાડ બીએસએનએલના અધિકારીઓ તથા કર્મચારીઓ પે રિવિઝન કમિટીની ભલામણના વિરોધ સહિતની પડતર માંગણીઓના સમર્થનમાં મંગળવારે એકદિવસીય રાષ્ટ્રીયવ્યાપી ધરણામાં જોડાયા હતા.   કેન્દ્ર સરકાર હસ્તકના બીએસએનએલના અધિકારી કક્ષાના તથા વર્ષ ૩ અને ૪ના કર્મચારીઓને ત્રીજા પે રિવિઝન કમિટીની ભલામણો અંતર્ગત અફોર્ડિબિલિટી કલોઝ હેઠળ નિયંત્રણોમાં મુકાતા આ કર્મચારીઓને પગારમાં સુધારો મળી શકે તેમ નથી. આ ઉપરાંત વિવિધ પડતર માંગણીઓ

સંદર્ભે કેન્દ્ર સરકાર દ્વારા કોઈ કાર્યવાહી નહિ કરાતા કર્મચારીઓમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. જે માંગણીઓના સમર્થનમાં મ્જીગ્દન્ના વિવિધ યુનિયનોએ તબક્કાવાર વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો યોજવાનો નિર્ણય લીધો હતો. જે નિર્ણય હેઠળ વલસાડ બીએસએનએલના અધિકારીઓ તથા કર્મચારીઓ એકદિવસીય ધરણા કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.ધરમપુર અને ફૂલવાડી મુખ્ય શાળામાં બાળ સંસદ ચૂંટણી સાથે શાળા પંચાયતની રચના
Posted on Wednesday June 21, 2017

વિજેતા ઉમેદવારોને મહામંત્રી, ઉપમહામંત્રી, મંત્રી- ઉપમંત્રીનો કાર્યભાર સોંપાયો

વાપી, તા. ૨૦

વલસાડ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ફૂલવાડી મુખ્ય શાળા ખાતે ગત તા. ૧૬ જૂન, ૨૦૧૭ના રોજ બાળ સંસદ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યંુ હતું. બાળકોને શાળા પંચાયત રચના દ્વારા મતદાન પ્રક્રિયા અને ચૂંટણી અંગેનો ખ્યાલ પરિપક્વ બને અને ભવિષ્યમાં સમાજને સારા નેતા મળી રહે તેમજ લોકશાહીની પ્રક્રિયા વધુ પારદર્શક અને નિષ્પક્ષ બને તેવા હેતુ આ આયોજન હતું. જેમાં ચૂંટણીના જાહેરનામા મુજબ ઉમેદવારો ફોર્મ, ચકાસણી, અંતિમ ઉમેદવારોની જાહેરાત, પ્રચાર-પ્રસારનો સમય અને ચૂંટણીના દિવસે બેલેટ પેપર દ્વારા મતદાન કરાવવામાં આવ્યંુ હતું. જેમાં શાળાના કુલ ૨૫૭ બાળકો અને ૧ શાળા સ્ટાફની મતદાર યાદી અને શાળાના બાળકો અને શિક્ષકોમાંથી ચૂંટણી સ્ટાફ રાખી મતકુટિર અને ૨ મતદાન મથક દ્વારા ગુુપ્ત મતદાન કરી મતપેટીમાં નાંખવા સુધીની પ્રક્રિયા કરવામાં આવી હતી.

અંતે ઉમેદવારોની હાજરીમાં મતગણતરી કરીને વિજેતા ઉમેદવારોમાંથી મહામંત્રી, ઉપ-મહામંત્રી, મંત્રી-ઉપમંત્રીના હોદ્દા અનુસાર એસએમએસી, આચાર્ય અને શિક્ષક મિત્રોની હાજરીમાં શપથ ગ્રહણ યોજીને ટુકડી કાર્યનો કારભાર સોંપવામાં આવ્યો હતો.ઉમરગામમાં ખોદાયેલા ખાડામાં માસૂમને મોત મળ્યું
Posted on Wednesday June 21, 2017

 

દુર્ઘટના : પીડિત પરિવાર અને સ્થાનિકો માસૂમ બાળકની લાશ લઈને જ પોલીસ મથકે પહોંચ્યા

બેદરકારી અંગે પાલિકાના જવાબદારો વિરુદ્ધ ગુનો નોંધાયો

ઉમરગામ, તા. ૨૦

ઉમરગામ નગરપાલિકાના વોર્ડ નં. ૩ના યશોધામ વિસ્તારમાં પાલિકા દ્વારા ડ્રેનેજ લાઈનની સફાઈ માટે ખોદાયેલા ખાડામાં ભરાયેલા ગંદા પાણીમાં દોઢ વર્ષનો માસુમ ડૂબી જતાં તેનું મોત નીપજ્યું હતું. ઘટના બાદ રોષે ભરાયેલો પરિવાર તથા સ્થાનિકો માસુમની લાશન લઈને જ પોલીસ મથકે પહોંચી ગયા હતા. જયાં પીડિત પરિવારે વર્ણવેલી હકીકતને આધારે પોલીસ દ્વારા પાલિકાના જવાબદારો વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો.

ઉમરગામમાં મુખ્ય રોડની સાઈડમાં ડ્રેનેજ લાઈનની સફાઈ માટે અલી ઓટો ગેરેજની સામે અંદાજે પાંચેક ફૂટ પહોળાઈનો અને આશરે સાતથી આઠ ફૂટ ઊંડાઈનો ખાડો જેસીબી દ્વારા ખોદવામાં આવ્યો હતો. જ્યારે કામગીરી બંધ કરાયા બાદ સલામતિ માટે યોગ્ય વ્યવસ્થા પણ ગોઠવાઈ ન હતી. તેથી ગટરનું ગંદંુ પાણી આ ખાડામાં ભરાઇ ગયું હતું. દરમિયાનમાં આ ખાડામાં ત્રણથી ચાર ફૂટ જેટલું ગંદંુ પાણીનો ભરાવો થયો હતો. મંગળવારે સવારે અંદાજે સાડા દશેક વાગ્યાના અરસામાં યશોધામા વિસ્તારમાં અલી ઓટો ગેરેજ ચલાવતા શકીલ જમાલુ ખાન (રહે. હરીશ કંપનીની સામે પશોધામ મૂળ, યુપી )નો સૈફઅલીખાન નામનો દોઢ વર્ષનો પુત્ર આ ખાડામાં પડી ગયો હતો. જેથી તેનું મોત નીપજ્યું હતુ. ઘટનાને પગલે પાલિકાની બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો હતો. જેને પગલે પીડીત પરિવાર તથા સ્થાનિકો દોઢ વર્ષના માસુમ બાળકની લાશ લઈને પોલીસ મથકે પહોંચ્યા હતા. જયાં તેઓએ પાલિકાની બેદરકારી અંગે પોલીસ સમક્ષ ઉગ્ર રોષ ઠાલવ્યો હતો. ઘટના અંગે માસુમ બાળકના પિતા શકીલ જમાલુ ખાન (રહે. યશોદાધામ)એ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા ઉમરગામ નગરપાલિકાના જવાબદારો વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરાય છે.  મંગળવારે સાંજ સુધી પાલિકાના સત્તાધીશો ઘટનાસ્થળે ન પહોંચતાં યશોધામ વિસ્તારમાં વાતાવરણ ગરમાયું હતંુ. દરમિયાન વાપી વિભાગના ડી.વાય.એસ.પી. કુંડલિયાના માર્ગદર્શન હેઠળ પી.આઈ. ભાણ, પી.એસ.આઈ. કે.એમ. વસાવા અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અને ભોગ બનનાર પરિવાર અને પ્રજાને સમજાવી મામલો થાળે પાડીને ખાડાને પુરાવી દેતાં મામલો થાળે પડયો હતો.

ગઈકાલે ખાડો ખોદવાનું બંધ કરવા સૂચના અપાઈ : ચીફ ઓફિસર 

ઉમરગામમાં ખાડામાં પડી જવાથી માસુમ બાળકના મોતની ઘટના બાદ ચીફ ઓફિસર એલ.સી. બારોટનો સંપર્ક કરાતા તેઓએ કહ્યું હતુ કે,  ગટરની સાફસફાઈનો કોન્ટ્રાક્ટ હનુમાન વિકાસ મંડળને આપવામાં આવ્યો છે. સોમવારે અમો પાલિકાના પ્રમુખ, કારોબારી અધ્યક્ષ અને એન્જિનિયર દ્વારા સ્થળ પર જઈને નિરીક્ષણ કરીને હનુમાન વિકાસ મંડળના કોન્ટ્રાક્ટરને વોર્ડ નં. ૨-૩માં કામગીરી બંધ કરી દેવાની સૂચના આપી જ હતી.

છેલ્લા છથી સાત દિવસથી ડ્રેનેજનું ખોદકામ ચાલુ હતું. ગત રોજ મેં પાલિકાના સત્તાધીશોને ખાડો પૂરવા કહ્યું હતું. ઊંડા ખાડની ફરતે કોઈ સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી ન હતી. મારો દોઢ વર્ષનો છોકરો ખાડામાં પડતા બૂમાબૂમ થતા મે પોતે ખાડામાં કૂદીને મારી છોકરાને બહાર કાઢયો હતો. પરંતુ ત્યાં સુધીમાં તે મોતને ભેટયો હતો. પાલિકાતંત્રની બેદરકારીને કારણે મારા પુત્રનું મોત થયું છે.

શકીલ જમાલુ ખાન, મરનાર બાળકના પિતા

 

ઉમરગામ નગરપાલિકામાં આડેધડ ખોદકામને લઈ પ્રજા પરેશાન છે તે ઉપરાંત મંગળવારે દોઢ વર્ષના બાળકના મૃત્યુની ગંભીરતાને લઈ પોલીસ દ્વારા પાલિકાને ૨૪ કલાકની અંદર આડેધડ ખોદકામ બંધ કરી ત્યાં મરામત કરવાની નોટિસ આપવા ચક્રો ગતિમાન કરાયા છે.

કુંડલીયા, ડી.વાય.એસ.પી. વાપીBack to top