રાજકોટમાં સ્વિમિંગ પુલથી લઇ સ્ટેડિયમમાં યોગ, એક્વા યોગામાં સ્થપાશે વિશ્વ વિક્રમ
Posted on Wednesday June 21, 2017
ત્રીજા આંતરરાષ્ટ્રીય યોગદિન નિમિત્તે રંગીલું રાજકોટ યોગમય બની ગયું હતું. શહેરમાં ઠેર-ઠેર સામૂહિક યોગના કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. રાજકોટ મનપા દ્વારા અલગ-અલગ વોર્ડ માટે કુલ પાંચ સ્થળોએ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત શહેરની તમામ શાળા-કોલેજોમાં વહેલી સવારથી યોગના કાર્યક્રમો થયા હતા. રાજકોટના સ્નાનાગરોમાં 792 મહિલાઓએ પાણીમાં યોગાસનના પ્રયોગો કર્યા હતા અને વિશ્વ વિક્રમ તરીકે નોંધ લેવાઇ છે.
ખાસ મહિલાઓ માટે પાણીમાં થતા એક્વા યોગનું આયોજન કરાયું હતું. જેમાં 7 વર્ષની બાળકીથી માંડી 82 વર્ષના મહિલાએ પાણીમાં યોગ કર્યા હતા. મનપાનો પ્રયાસ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ કરવાનો છે. મનપાના તમામ સ્વિમિંગ પુલ પર તેનું આયોજન થયું હતું. એક્વા યોગનું વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું છે તેને ગિનિસ બુકમાં મોકલાશે. મનપા સંચાલિત મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્વિમિંગ પૂલ (કાલાવડ રોડ), લોકમાન્ય તિલક સ્નાનાગાર (રેસકોર્સ), સરદાર વલ્લભભાઇ પટેલ સ્નાનાગાર(કોઠારિયા રોડ) અને સ્વામી વિવેકાનંદ સ્નાનાગાર(પેડક રોડ) પર ખાસ મહિલાઓ માટે સામૂહિક એક્વા યોગ થયા હતા.
રાજકોટ મનપા દ્વારા રેસકોર્સના ક્રિકેટ સ્ટેડિયમમાં વોર્ડ નં. 2, 3 અને 7ના નગરજનો માટે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યાં નગરજનો જોડાયા હતા. ચો તરફ સૌ કોઈ યોગ કરીને વિશ્વ યોગ દિનને સાર્થક કર્યો હતો. જ્યાં ક્રિકેટ મેચની રમત રમાતી હતી ત્યાં આજે યોગ કરતાં લોકો જોવા મળ્યા હતા. શહેરની તમામ શાળા અને કોલેજો સામુહિક યોગના કાર્યક્રમોમાં જોડાઈ હતી. શાળા-કોલેજના વિદ્યાર્થીઓને વહેલી સવારે યોગાભ્યાસ કરાવવામાં આવ્યો હતો.
સૌરાષ્ટ્રના આયાત-નિકાસકારોને GST મામલે DGFT કરશે સહાય
Posted on Wednesday June 21, 2017
રાજ્યના ઉદ્યોગોના GSTને લગતા પ્રશ્નો માટે ૧૩ જો. કમિ.ની નિમણૂંક
Posted on Wednesday June 21, 2017
એમ.જી. હોસ્ટેલ માથાકુટમાં5યુવાનોની ખોટી સંડોવણી
Posted on Wednesday June 21, 2017
આર.ટી.ઈ.માં બાકી રહેલા બાળકોને પણ સમાવી લો
Posted on Wednesday June 21, 2017
ગોંડલ યાર્ડમાં વેપારીએ અનેક ખેડૂતોને લાખોમાં ખંખેરી નાખ્યા
Posted on Wednesday June 21, 2017
શહેર આજે યોગમય, પાંચ સ્થળે હજારો લોકો કરશે સામૂહિક યોગ
Posted on Wednesday June 21, 2017
પરીક્ષાઓમાં ગેરરીતિનું દુષણ વધારે, કુલપતિ દરકાર લો
Posted on Wednesday June 21, 2017
લો ફેકલ્ટીની આડમાં વચેટીયાઓની કોેલેજો નથી ભરવીને ?
રાજકોટ : સૌરાષ્ટ્ યુનિવર્સિટીના વહિવટ અને પરીક્ષામાં ચાલતી ગેરરીતિ અંગે યુવક કોંગ્રેસના રાજદિપસિંહ જાડેજાએ સવાલો ઉઠાવીને કુલપતિ દરકાર કરે તેવી રજૂઆતો ઉઠાવી હતી.
કુલપતિને તેમણે સવાલ કરતા જણાવ્યું હતું કે, યુનિવર્સિટીનો વહિવટ કથળ્યો છે અને ક્યાં પરીક્ષા ચોરી ચાલે છે તેની સૌને ખબર છે. કુલપતિ દ્વારા મોકલવામાં આવેલી ચેકિંગ ટુકડીઓ પણ તેના રિપોર્ટ કરે છે જેની દરકાર કરવામાં આવી નથી. ખરેખર તો દરેક પરીક્ષામાં સમિક્ષાઓ થવી જરૃરી છે.
બાકી કુલપતિ જે કોઈ મંજૂરીઓની વાતો કરે છે તેવી કોઈ મંજૂરી અમે માગેલી નથી. પરીક્ષા ચોરીના દુષણને ખાળો. બાકી લો ફેકલ્ટીની આડમાં કોઈ વચેટીયાઓની કોલેજો ન ભરાઈ જાય તે જોવાનું રહેશે. વહિવટમાં સુધારા કરવા પ્રમાણિક પ્રયાસો કરો તેવી માંગ છે.
ગેરરીતિ ખાળવા કોઈ કચાશ નથી રાખીઃ કુલપતિ
યુવક કોંગ્રેસના આક્ષેપો અંગે કુલપતિ ડો. પ્રતાપસિંહ ચૌહાણનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, ગેરરીતિ ખાળવા માટે અત્યારે જે પ્રયાસો થયા છે તે ક્યારે પણ નથી થયાં. હાઈટેક પ્રણાલીથી મોનીટરીંગ થાય છે અને મે ંબધાને ઓપન ઓફર કરેલી છે કે, પરીક્ષા ગેરરીતિ બાબતે મને કોઈ સીધી જ ફરિયાદ કરી શકશે. ફોન કે ઓન લાઈન પણ વિગતો મળશે તો ચોક્કસ પગલાં લેવાશે. વહિવટી ક્ષેત્રે જે પારદર્શક વહિવટ ચાલે છે તે સૌ જાણે છે.
CMની સુરક્ષા માટે શહેરમાં થશે કિલ્લેબંધી
Posted on Wednesday June 21, 2017
18300લાભાર્થીની થઈ નોંધણી, ડૉમમાં કલરકોડ પ્રમાણે બેસાડાશે
Posted on Tuesday June 20, 2017
રાજકોટ: દિવ્યાંગ સહાય મેળામાં ૧૮૩૦૦ લાભાર્થીઓની નોંધણી સ્ાાથે તંત્રએ તેમની વ્યવસ્થા માટે ધ્યાન કેન્દ્રીત કર્યું છે. દરેક તાલુકામાંથી આવતા દિવ્યાંગો માટે તેમની કલર કોડીંગ સાથે બેઠક વ્યવસ્થા ગોઠવાશે. આ માટે તેમને ખાસ રંગના પાસ આપવામાં આવનાર છે. આ દિવ્યાંગોને ૧૨.૩૩ કરોડના સાધનોનું વિતરણ કરવામાં આવનાર છે.
અધિક કલેકટર હર્ષદભાઈ વોરાના જણાવ્યા પ્રમાણે ત્રણે કાર્યક્રમની તૈયારીઓ એક સાથે ચાલી રહી છે અને તેમાં લાભાર્થીઓને ઝડપથી સહાય કિટ વિતરણ પુરૃ કર્યા બાદ જે સામગ્રી તે સાથે લઈ ન જઈ શકે તેમ હોય તેને ટ્રક દ્વારા તેમના ઘરે પહોંચાડવામાં આવનાર છે. ટ્રાઈસિકલ, સ્કુટર, હાથલારી જેવા સાધનો જે તે લાભાર્થીના ઘર સુધી પહોંચતા કરવામાં આવશે. આ માટે ૮૦ ટ્રકની વ્યવસ્થા રાખવામાં આવી છે. વડાપ્રધાનના રોડ શો દરમિયાન ૧૦ સ્થલે સેલ્ફીઝોનમાં અલગ અલગ થીમ સાથે સેલ્ફી લઈ શકાશે. સોરઠીયાવાડી અને અન્ય એક સ્થળે થ્રી ડી શો પણ યોજવામાં આવનાર છે. મુખ્યમાર્ગ ઉપરના તમામ સર્કલોને શણગારીને તેમાં સરકારી યોજનાઓનો પ્રચાર કરવામાં આવનાર છે.