Gujarati Samaj of NSW

Current News

 

વડોદરામાં જ્વેલર્સના માલિકના પુત્રએ સાતમાં માળેથી પડતું મુક્યું, મમ્મીને કર્યો ઈ-મેઈલ
Posted on Wednesday June 21, 2017

વડોદરાના નટુભાઇ સર્કલ પાસે હરવિશ જ્વેલર્સના હર્ષદ સોનીના પુત્ર પરિતોષ સોનીએ મંગળવારે ગેંડા સર્કલ વિસ્તારના ઓશન બિલ્ડિંગના સાતમા માળથી મોતની છલાંગ લગાવી હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલાં પરિતોષને ૧૦૮માં તાત્કાલિક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.

અલકાપુરી સોસાયટીમાં ઇસ્પેન્સર કોર્ટ સી/૧૭માં રહેતા હર્ષદ સોની હરવિશ જ્વેલર્સના સંચાલક છે. નટુભાઇ સર્કલ પાસે ટ્રિવિયા કોમ્પ્લેક્સમાં હરવિશ જ્વેલર્સનો શો-રૃમ છે. હર્ષદ સોનીનો ૨૪ વર્ષનો પુત્ર પરિતોષે એમફાર્મનો અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ સુમનદિપ વિદ્યાપીઠમાંથી ફાર્મસીમાં રિસર્ચ કરતો હતો. પરિતોષ મંગળવારે સવારે ગેંડા સર્કલના વડોદરા સેન્ટ્રલ મોલ સામે ઓશન બિલ્ડિંગમાં કોઈ કામથી ગયો હતો. લગભગ ૧૧ઃ૨૫ કલાકે પરિતોષે કોઈ કારણોસર સાતમા માળથી પડતું મૂક્યું હતું. આ ઘટનાને પગલે એક તબક્કે ત્યાં અરેરાટી સર્જાઈ હતી. ત્યારબાદ લોહી લુહાણ હાલતમાં પરિતોષને તાત્કાલિક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. હોસ્પિટલમાં ફરજ પર હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ સમગ્ર મામલે તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે, પડતું મૂકતાં પહેલા પુત્રએ મમ્મીને ઇ-મેઇલ કરી તેનો ફોન બારીની પાળી પર મુકી દીધો હતો. સાતમા માળના સીસીટીવી ફૂટેજ જોતાં પરિતોષે લિફ્ટમાંથી ઊતર્યા બાદ લોબીમાં બે-ત્રણ ચક્કર માર્યા હતા. ત્યારબાદ ત્રણ-ચાર ડગલાં પાછળ આવીને અચાનક પાછો દોડીને કૂદી ગયો હતા. ઘટના દરમિયાન સાતમા માળની લોબીમાં પરિતોષ સિવાય કોઈ અન્ય વ્યક્તિ કેમેરામાં દેખાતી નથી. ગોરવા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સાતમા માળથી કૂદેલો પરિતોષ ૬ઠ્ઠા માળે કેન્ટિંગની લોબીમાં પડયો
પરિતોષ સાતમાં માળથી કૂદતા ઓશન બિલ્ડિંગની ૬ઠ્ઠા માળની કેન્ટિંગની લોબીમાં પડયો હતો. ઘટનાને પગલે સિક્યુરિટી ગાર્ડ સહિતના લોકો ત્યાં દોડી ગયાં હતાં.

પરિતોષ અપરણિત અને મોટો પુત્ર હતો
પરિતોષ હરવિશ જ્વેલર્સના હર્ષદ સોનીના બે પૈકી મોટો પુત્ર હતો. પરિતોષ સોનીના હજુ લગ્ન થયાં ન હતા. ઓશન બિલ્ડિંગમાં એક એડ એજન્સીમાં વારંવાર જતો હતો, જેથી ત્યાંના લોકેશનથી તે વાકેફ હતો.

હરવિશ જ્વેલર્સથી માતા-પિતા રડતાં-રડતાં દોડયાં
પરિષોત પિતા સાથે હરવિશ જ્વેલર્સના શો-રૃમ પર પણ જતો હતો. ગઈકાલે સોમવાર હોવાથી શો-રૃમ બંધ હતો. આજે સવારે શો-રૃમ ખોલ્યાંના ગણતરીના સમયમાં હર્ષદ સોની અને તેમના પત્નીને ઘટનાની જાણ થઈ હતી. શો-રૃમ પરથી રડતાં-રડતાં માતા-પિતા હોસ્પિટલ દોડી ગયાં હતાં.

વિવેક ગણદેવીકરે મૃતદેહનો કબજો મેળવ્યો
ગોરવા પોલીસ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લાવી હતી. એસએસજીમાં પોસ્ટમોર્ટમ બાદ મૃતકના કાકા વિવેક ગણદેવીકરે મૃતદેહનો કબજો મેળવ્યો હતો.નસવાડી એમજીવીસીએલમાં દોઢ મહિનાથી ડે. ઇજનેરની જગ્યા ખાલી
Posted on Wednesday June 21, 2017

નસવાડી, તા.૨૦

નસવાડી તાલુકાના ૨૧૨ ગામ વચ્ચે નસવાડી એમજીવીસીએલ કચેરી આવેલ છે જે કચેરીમાં દોઢ મહિનાથી ડે. ઇજનેરના હવાતીયા થઇ પડયા છે. અગાઉના ડે. ઇજનેર સતત ચાર વર્ષ સુધી કામગીરી કરી ગયા તેમની બદલી પંચમહાલના શહેરા ખાતે કરાયા બાદ એમજીવીસીએલ ડિપાર્ટમેન્ટ દ્વારા ચાર ડે. ઇજનેરના અલગ અલગ નસવાડી કચેરી ખાતે કરવામાં આવ્યા હતા. તેમ છતાંય જે તે ડે. ઇજનેર નસવાડી ખાતે હાજર જ ન થયા ભારતનો નાગરિક દેશની સરહદે જઇ મરવા તૈયાર છે.

જયારે નસવાડી એમજીવીસીએલ કચેરીમાં કોઇ ડે. ઇજનેર નોકરી કરવા તૈયાર નથી. જેનું કારણ જિલ્લામાં નસવાડી આદિવાસી તાલુકો સૌથી સારો તાલુકો માનવામાં આવે છે. તેમ છતાંય જે તે ડે. ઇજનેર તેમના જ ડિપાર્ટમેન્ટના હુકમનો અનાદર કરી હાજર નહી થયા હાલ નસવાડી એમજીવીસીએલ કચેરી પર સવારથી આદિવાસી લોકો અવનવા કામ માટે આવતા હોય છે. જયારે નસવાડીમાં ફક્ત એક જુનીયર ઇજનેર હાલ કામગીરીનું ધ્યાન આપી રહ્યા છે. રોજ રાત્રે મધ્ય ગુજરાત વીજ કંપનીનો વીજ પુરવઠો ખોરવાય છે ત્યારે કોઇ જવાબ મળતો નથી. અન્ય તાલુકાના ડે. ઇજનેર કયારે આવ્યા કયારે ગયા તેની કોઇ જાણ નથી હાલ દોઢ મહિનો વીતી ગયા છતાંય કોઇ ડે. ઇજનેર નસવાડી ન હોય વહીવટી કામગીરી અટવાઇ છે.

 કવાંટમાં ખેડૂતોને સહાય આપવા માટે ઓનલાઈનો અરજીઓ મગાવાઇ
Posted on Wednesday June 21, 2017

કવાંટ, તા. ૨૦

સૌથી વધુ ખેડૂતોની વસ્તી ધરાવતા કવાંટ તાલુકામાં હાલ વરસાદી ખેતી ઉપર નભતા ખેડૂતો માટે સરકાર દ્વારા હેન્ડ ટુલ્સી આપવા માટેની મંજૂરી આપવામાં આવી છે. જેમાં કોદાળી નં-૨, પાવડા નંગ-૨, ખુરશી નંગ-૫, પંજેટી નંગ-૨, કુહાડી નંગ-૨, ત્રિકમ નંગ-૧, હાથ ઓરણી નંગ-૨, હાથ કરબડી નંગ નિંદાણ પાવડી નંગ-૩, કપાસ સાઠી ઉપાડવાનો ચીપીયો નંગ-૧, પાણી ઝારો નંગ-૨ જેવી જરૃરીયાતની ચીજ વસ્તુઓ આપવામાં આવશે જેમાં ૭૫ ટકા સબસીડી અથવા વધુમાં વધુ ૪૫૦૦ રૃા. સહાય આપવામાં આવનાર છે. આ અરજી ૧૪-૭-૨૦૧૭ સુધીમાં તાલુકા પંચાયત કચેરી ખેતીવાડી શાખા ખાતે કરવાની રહેશે. તેમ ખેતીવાડી શાખાના ગ્રામસેવક રૃપસીંગ રાઠવાએ જણાવ્યું હતું.ડભોઇમાં વિશ્વ યોગ દિનની ઉજવણીની તડામાર તૈયારીઓ
Posted on Wednesday June 21, 2017

સરકારી વાહનો ન મળતાં ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે

ડભોઇ, તા.૨૦

૨૧મી જુનના રોજ વિશ્વ યોગ દિવસ હોઇ આ યોગ દિવસની તૈયારીના ભાગરૃપે ડભોઇ પંથકને પ્રાથમિક માધ્યમીક શૈક્ષણિક સંસ્થાઓમાં યોગ દિવસની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તો તાલુકા નાયબ કલેકટર કચેરી અને મામલતદાર કચેરીમાં પણ ડભોઇમાં વિવિધ સ્થળોએ યોગ કરવા માટેની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.

૨૧મી જુનના રોજ વિશ્વ યોગ દિવસ હોઇ યોગની તાલીમથી અને યોગ કરવાથી શરીર ઉપર થતા ફાયદા અંગે વિશ્વભરમાં સંદેશો આપનાર ભારત દેશ અગ્રીમ સ્થાને રહ્યો છે.

આ યોગ દિવસની ઉજવણી કરવા માટે ડભોઇ તાલુકાની એકે એક પ્રાથમિક શાળા, માધ્યમિક શાળાઓ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ કોલેજ મેદાન ઉપર યોગ અંગેની તાલીમ શિબિરો યોજી તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તો ડભોઇ વિભાગના નાયબ કલેકટર ખ્યાતીબેન પટેલ તેમજ ઇન્ચાર્જ મામલતદાર રામસીંગભાઇ રાઠવાના નેતૃત્વમાં યોગ દિવસે સેવાસદનના પાછળના મેદાનમાં અને આગળની બાજુએ ખાસ તાલીમ બદ્ધ યોગાચાર્યના નેતૃત્વમાં સવારના ૮ વાગ્યાથી યોગ કરી યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. તો કોલેજ મેદાનમાં સત્તરગામ પટેલવાડી તેમજ પોલીસ મેદાન ખાતે પણ યોગ દિવસના રોજ પ્રજાજનો જાહેરમાં યોગા અભ્યાસ કરી યોગ દિનની ભવ્ય ઉજવણી કરનાર છે.કવાંટમાં આવાસ યોજનામાં ૬૧૭૧ લાભાર્થીઓને લાભ
Posted on Wednesday June 21, 2017

કવાંટ, તા. ૨૦

ગુજરાત રાજ્યનો સૌથી પછાત ગણાતા એવા કવાંટ તાલુકામાં સૌથી વધુ ગરીબ કુટુંબો વસે છે. વિવિધ યોજના અંતર્ગ આ તાલુામાં આવાસો આપવામાં આવ્યા છે. જેમાં ઇન્દીરા આવાસ, સરદાર આવાસ, આંબેડકર આવાસ આ યોજના અંતર્ગત મોટાભાગના બી.પી.એલ. લાભાર્થીઓને આવાસો આપવામાં આવ્યા છે અને હાલમાં બાકી રહેતા કુટુંબોમાં ૬૧૭૧ જેટલા લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભ આપવામાં આવશે જેમાં ૩૦-૧-૨૦૧૭થી આ યોજના આમલમાં આવી જેમાં ૧૬-૧૭ના વર્ષના ૩૮૦૬ લાભાર્થીઓનું ઓનલાઈન રજીસ્ટ્રેશન થઇ ગયું છે. જેમાંથી આશરે ૯૦૦થી વધુ લાભાર્થીઓને પ્રથમ હપ્તો મળી ગયેલ છે. જયારે અન્યને આવનાર સમયમાં મળી જશે જયારે ૧૭-૧૮ના વર્ષમાં ૨૩૬૫ લાભાર્થીઓને લાભ મળશે જેમાં હાલ માત્ર ૧૧૫૭ લાભાર્થીઓના જ રજીસ્ટ્રેશન થયેલ છે. બાકીના લાભાર્થીઓના હજુ રજીસ્ટ્રેશન થયેલ નથી. આ વડાપ્રધાન આવાસ યોજના અંતર્ગત લાભાર્થીને ૧,૨૦,૦૦૦ રૃા. + ૧૨,૦૦૦ શૌચાલયના અને ૧૭૨૮૦ રૃા. મજુરીના ચૂકવવામાં આવશે. આમ ૧,૪૯,૨૮૦ રૃા. આવાસ પેટે લાભાર્થીને આપવામાં આવશે. જયારે અન્ય બાકી રહી ગયેલ લાભાર્થીઓની સર્વેની કામગીરી તલાટી કમ મંત્રીને સોંપવામાં આવેલ છે.બહાદરપુર-સંખેડાની શાળામાં જવા ગોલાગામડીના બાળકોને હેરાનગતિ
Posted on Wednesday June 21, 2017

સરકારી વાહનો ન મળતાં ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે

ગોલાગામડી, તા.૨૦

ગોલાગામડી થી બહાદરપુર અને સંખેડાની શાળાઓમાં ભણવા જતા બાળકોને કલાકો સુધી એસટી સેવા તેમજ ખાનગી વાહનોની રાહ જોવી પડે છે.

સંખેડા તાલુકાના ગોલાગામડી સહીત અનેક બીજા અન્ય ગામો અને વસાહતોના સેંકડો બાળકો બહાદરપુર તેમજ સંખેડા ઉચ્ચ અભ્યાસ માટે જાય છે. આ શાળાએ જતા બાળકોને ગોલાગામડીથી બહાદરપુર, સંખેડા જવા માટે શાળા સમય દરમિયાન કોઇ બસની સુવિધા ના હોવાના કારણે કલાકો સુધી બેસી રહેવું પડે છે. ગોલાગામડીથી બહાદરપુર તેમજ સંખેડા જતા ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે. શાળાએ જતા બાળકોને શિક્ષા અભ્યાસ મેળવવા માટે ખાનગી વાહનોમાં ભાડુ ખર્ચી જવુ પડે છે.

બસ સેવા ના મળવાના કારણે સરકારી બસ પાસનો લાભ પણ મળતો નથી. સેંકડો બાળકો બસ સેવાનો લાભ ન મળવાના કારણે બાળકો સમયસર શાળામાં પહોંચી શકતા ન હોવાના કારણે પુરતી હાજરી થતી ન હોવાના કારણે સરકાર તરફથી મળવા પાત્ર લાભો પણ મળતા નથી. શિષ્ય વૃત્તિ મેળવવામાં પણ અનેક મુશ્કેલીઓ પડે છે. નિયમિત શાળાએ ન જઇ શખતા બાળકોના શિક્ષા અભ્યાસ પર મોટી અસરો વર્તાય છે.

સંખેડાથી માત્ર ૬ કિલોમીટરના અંતરે આવેલું ગોલાગામડી બે જિલ્લા વડોદરા અને છોટાઉદેપુરને જોડતુ હાઇવે પરનું ગામ હોવા છતા વિકાસથી ઘણું દૂર છે. આ વિસ્તારના ચુંટાયેલા સત્તાધીશો આ વિસ્તારની ગરીબ આદિવાસી પ્રજાનો માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ કરે છે પણ લોક સુખાકારીના કાર્યો થતા નથી.

આ વિસ્તારના બાળકોને બસની સુવિધા મળે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. જેથી ખાનગી વાહનોમાં ભાડા ખર્ચી ઉચ્ચ શિક્ષણ મેળવવા જતા બાળકોને સરકારી બસ પાસનો લાભ મળે, ગરીબ આદિવાસી બાળકોને સારૃ શિક્ષણ મળી રહે.ડભોઇમાં સોસાયટી વિસ્તારમાં બાંધકામની પરવાનગી નથી મળતી ટાઉન પ્લાનિંગની બેઠક ન મળતા મુશ્કેલી ઠેર ઠેર થતા ગેરકાયદે બાંધકામ અટકાવવા માટે પગલાં લેવા લોક માગ ડભોઇ ઃ ડભોઇ નગરપાલિકાના કિલ્લાની અંદર અને કિલ્લાની બહાર સંખ્યાબંધ બાંધકામો નગરપાલિકાની પરવાનગી વગર જ આડેધડ થતા રહ્યા છે. તો નગરની બહારના વિસ્તારોમાં નવીન સોસાયટીઓ બનવા માટેની પરવાનગીઓ માટે ટીપી સમિતિના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા તારીખો અપાતી નહીં હોવાથી મીટીંગ મળતી નથી અને સોસાયટીઓ બનાવવા માટેના રસ્તા બંધ થઇ ગયા છે. ટાઉન પ્લાનીંગની મીટીંગ જલદી મળે અને નગરપાલિકામાં આવક થાય તે માટે જરૃરી કાર્યવાહી હાથ ધરવા લોકમાંગ ઉઠવા પામી છે. સાથે ગેરકાયદેસર થતા બાંધકામો સામે નગરપાલિકા દ્વારા લાલઆંખ કરી અટકાવવા પણ જબરજસ્ત માગ ઉઠવા પામી છે. ડભોઇ નગરપાલિકાની કિલ્લાની અંદરના વિસ્તારમાં અને કિલ્લાની બહારના વિસ્તારોમાં સંખ્યાબંધ ઇસમો દ્વારા પોતાની મિલકતોના ગેરકાયદેસર બાંધકામો તેમજ સરકારી જમીનોમાં પણ ગેરકાયદેસર બાધકામો કોઇપણ રોક ટોક વગર થઇ રહ્યા છે. જેના કારણે નગરપાલિકાની આવકમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. તો કિલ્લાની બહાર સંખ્યાબંધ બિલ્ડરો દ્વારા સોસાયટીઓના બાંધકામ કરવા માટે નગરપાલિકામાં પરવાનગી એક વર્ષ ઉપરાંતના સમયથી માંગવામાં આવી છે પણ ટાઉનપ્લાનીંગ સમીતીના એન્જીનીયરો દ્વારા કોઇપણ મીટીંગ માટેની તારીખ ફાળવવામાં નહીં આવતા ટાઉન પ્લાનીંગની સમીતી મળી શકતી નથી જેના કારણે ડભોઇના બાંદકામ વિભાગમાં ભારે ઓટ વર્તાય છે તો નગરપાલિકાને આવકમાં પણ મોટો ફટકો પડયો છે. નગરપાલીકાના સત્તાવાળાઓ ગેરકાયદેસર બાંધકામ કરનારાઓ સામે કડકાઇથી પગલા ભરે અને જલદીથી ટીપીની મીટીંગ બોલાવી કિલ્લાની બહારની નવીન આકાર પામનાર સોસાયટીઓના બાંધકામ થાય તેવી માંગ ઉઠવા પામી છે. સાથે નગરપાલિકાની આવકમાં વધારો થવાનો હોઇ તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
Posted on Wednesday June 21, 2017

ડભોઇમાં સોસાયટી વિસ્તારમાં બાંધકામની પરવાનગી નથી મળતી

 

ટાઉન પ્લાનિંગની બેઠક ન મળતા મુશ્કેલી

ઠેર ઠેર થતા ગેરકાયદે બાંધકામ અટકાવવા માટે પગલાં લેવા લોક માગ

ડભોઇ ઃ ડભોઇ નગરપાલિકાના કિલ્લાની અંદર અને કિલ્લાની બહાર સંખ્યાબંધ બાંધકામો નગરપાલિકાની પરવાનગી વગર જ આડેધડ થતા રહ્યા છે. તો નગરની બહારના વિસ્તારોમાં નવીન સોસાયટીઓ બનવા માટેની પરવાનગીઓ માટે ટીપી સમિતિના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા તારીખો અપાતી નહીં હોવાથી મીટીંગ મળતી નથી અને સોસાયટીઓ બનાવવા માટેના રસ્તા બંધ થઇ ગયા છે.

 

ટાઉન પ્લાનીંગની મીટીંગ જલદી મળે અને નગરપાલિકામાં આવક થાય તે માટે જરૃરી કાર્યવાહી હાથ ધરવા લોકમાંગ ઉઠવા પામી છે. સાથે ગેરકાયદેસર થતા બાંધકામો સામે નગરપાલિકા દ્વારા લાલઆંખ કરી અટકાવવા પણ જબરજસ્ત માગ ઉઠવા પામી છે.

ડભોઇ નગરપાલિકાની કિલ્લાની અંદરના વિસ્તારમાં અને કિલ્લાની બહારના વિસ્તારોમાં સંખ્યાબંધ ઇસમો દ્વારા પોતાની મિલકતોના ગેરકાયદેસર બાંધકામો તેમજ સરકારી જમીનોમાં પણ ગેરકાયદેસર બાધકામો કોઇપણ રોક ટોક વગર થઇ રહ્યા છે. જેના કારણે નગરપાલિકાની આવકમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.

તો કિલ્લાની બહાર સંખ્યાબંધ બિલ્ડરો દ્વારા સોસાયટીઓના બાંધકામ કરવા માટે નગરપાલિકામાં પરવાનગી એક વર્ષ ઉપરાંતના સમયથી માંગવામાં આવી છે પણ ટાઉનપ્લાનીંગ સમીતીના એન્જીનીયરો દ્વારા કોઇપણ મીટીંગ માટેની તારીખ ફાળવવામાં નહીં આવતા ટાઉન પ્લાનીંગની સમીતી મળી શકતી નથી જેના કારણે ડભોઇના બાંદકામ વિભાગમાં ભારે ઓટ વર્તાય છે તો નગરપાલિકાને આવકમાં પણ મોટો ફટકો પડયો છે. નગરપાલીકાના સત્તાવાળાઓ ગેરકાયદેસર બાંધકામ કરનારાઓ સામે કડકાઇથી પગલા ભરે અને જલદીથી ટીપીની મીટીંગ બોલાવી કિલ્લાની બહારની નવીન આકાર પામનાર સોસાયટીઓના બાંધકામ થાય તેવી માંગ ઉઠવા પામી છે. સાથે નગરપાલિકાની આવકમાં વધારો થવાનો હોઇ તેવી લોકમાંગ ઉઠવા પામી છે.ડભોઇમાં ૧૫ થી ૨૦ સ્થળે ગટરો ચોકઅપ થતાં ઊભરાઇ
Posted on Wednesday June 21, 2017

 

પ્રિ-મોનસુન કામગીરીમાં ધાંધિયા ઃ ગટરો ઊભરાતા ઠેર ઠેર ગંદકીના ઢગલા

ડભોઇ ઃ ડભોઇ નગરપાલિકામાં આવેલી ભુગર્ભ ગટર યોજનાઓના ગંદુ પાણી વહન કરતી પાઇપ લાઇનો નગરના ૧૫ થી ૨૦ જગ્યાએ ચોકઅપ થઇ જતા ગટરોનું ગંદુ પાણી રોડ ઉપર રેલાતુ હોવાથી રહીશો ત્રાહીમામ પોકારી ગયા છે. આ ગટરોની સફાઇ કરવા માટેના રોજમદાર કામદારો છેલ્લા ઘણાય સમયથી હડતાળ પર હોઇ કામ કરવા આવતા નહીં હોવાથી આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

આ પરિસ્થિતિમાંથી રસ્તો કાઢવા નગરપાલિકા દ્વારા યુધ્ધના ધોરણે વૈકલ્પીક વ્યવસ્થા કરવા નગરજનોમાં બોલાઇ છે.

ડભોઇ નગરના વિવિધ વિસ્તારોમાં રહેતા રહીશોના ઘર વપરાશના અને સંડાસ બાથરૃમના ગંદા પાણીના નિકાલ માટે નગરપાલિકાની ભુગર્ભ ગટર યોજના દ્વારા આ પાણી નાંદોદી ભાગોળ બહાર ચોતરીયા પીર પાસેના ઓક્સિડેશન પ્લાન્ટમાં લઇ જવામાં આવે છે. પણ છેલ્લા એક માસ ઉપરાંતના સમયથી આ ભુગર્ભ ગટર યોજનાઓના ૧૫ થી ૨૦ જગ્યાઓની પાઇપો ચોકઅપ થઇ ગઇ છે. તેની મરામત કરાતી નહીં હોવાથી ગટરોનું ગંદુ પાણી રોડ ઉપર વહેતુ રહે છે. જેના કારણે રહીશો તે વહેતા ગંદા પાણીમાંથી જવા આવવાની ફરજ પડે છે. અને રહીશો દુર્ગંધમઇ વાતાવરણની ત્રાહીમામ પોકારી ગયા છે. હાલમાં રમજાન માસ ચાલે છે અને હિન્દુઓના તહેવારો પણ હવે પ્રારંભ થનાર છે. તેવા સમયે આ ગંદા પાણી ભુગર્ભ ગટર યોજનાના પાઇપોની મરામત યુધ્ધના ધોરણે કરવા લોકમાંગ ઉઠવા પામી છે. નગરપાલિકાના માહીતગાર વર્કરો દ્વારા જાણવા મળ્યું છે જે ગટરોની સફાઇના રોજમદાર કામદારો હડતાળ ઉપર હોવાથી અને તેમની આડોડાઇના કારણે નગરના રહીશોને ગંદકી સહન કરવી પડે છે. આ કામદારોની હડતાળનો સત્વરે અંત લાવી અથવા બીજી કોઇ વૈકલ્પીક વ્યવસ્થા કરી યુધ્ધના ધોરણે ગટરોના ગંદાપાણીના નિકાલની વ્યવસ્થા પાલિકા દ્વારા થાય તેવી જબરજસ્ત માંગ ઉઠવા પામી છે.છોટાઉદેપુર ડેપોમાં વ્યવસ્થાના અભાવે મુસાફરોને મુશ્કેલીઓ
Posted on Wednesday June 21, 2017

 

નવા એસટી ડેપોનું ૨.૫ કરોડ ખર્ચે બાંધકામ શરૃઃનવો ડેપો શરૃ થવાની કોઇ તારીખ જાહેર કરાતી નથી

છોટાઉદેપુર, તા. ૨૦

છોટાઉદેપુર એસટી ડેપો અઢી કરોડ જેટલી રકમમાં ઉલ્ટી દિશામાં નવો બની રહ્યો છે. છેલ્લા દોઢ વર્ષ જેવા સમયથી કામ ચાલે છે પરંતુ હજુ પુરુ નહીં થતા મુસાફરો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે છતાં તંત્ર આ અંગે કોઇ કરતું નથી.

નવા ડેપો અંગેની કોઇ તારીખ નક્કી થતી નથી જ્યારે પણ અધિકારીઓને પુછવામાં આવે ત્યારે કામ ચાલુ છે. એવો જવાબ મળે છે ઉનાળામાં ૪૨ ડિગ્રી તાપમાન ચાલતુ હતુ ત્યારે અને અત્યારે પણ પ્રજાને પીવાનું પાણી મળતું નથી. આદિવાસીઓ દુરની મુસાફરી કરીને આવે છે અને પાણી માટે વલખા મારે છે.

છેલ્લા એક મહિના જેવા સમયથી સૌચાલયનું રિનોવેશન ચાલે છે. મુસાફરોમાં મહિલાઓ ક્યા જાયએ ગંભીર પ્રશ્ન બની ગયો છે. આ માટે તંત્ર દ્વારા કોઇ વેવસ્થા નથી અન્ય જરૃરિયાત વસ્તુ આજુ બાજુ મળે પરંતુ આના માટે ક્યાં જવુ એ ગંભીર સમસ્યા બની ગઇ છે. એસટી બસો બોર્ડ વગરની મેદાનમાં ગમે ત્યા મુકી દેવામાં આવે છે. કંટ્રોલ પોઇન્ટ ઉપરથી આ અંગે કોઇ જાહેરાત થતી નથી જેની પુછપરછ અર્થે ડ્રાયવરને શોધવા પડે છે.

આજે એસટી ડેપો બહાર દુકાનો હતી એ બસો જવા અને આવવા માટે ગેટ ત્યા મુકવાના છે એમ કરીને તોડી નાખ્યા દશ દિવસ થઇ ગયા છતા એસ ટી તંત્ર કોઇ કામ તેઓની હદમાં કરતુ નથી. આ અંગે ડીવીઝન મેનેજર પી.એમ. પટેલનો ફોન ઉપર સંપર્ક કરતા તેઓ કહે છે કે અમોને પી ડબલ્યુ ડી વાઇન દોરી આપે પછી આગળની કાર્યવાહી શરૃ કરીએ.

આ અંગે પી ડબલ્યુ ડીના ડેપ્યુટી એન્જિનિયર દેવાંગ શાહે ફોન ઉપર જણાવ્યું કે અમારે કોઇ લાઇન આપવાની નથી ચેઓ માત્ર જમીનનું પડયું છે. એ પ્રમાણે કરવાનું છે અમોને ક્યા ગેટ મુકવાના છે એની ખબર પડવાની છે.

એક તરફ ડેપો બહારની ૧૮ દુકાનો સ્ટે હોવા છતાં કાઢી નાખતા અનેક વ્યક્તિ બેકાર બની ગઇ છે. ડેપોના મુસાફરોને બહાર જરૃયાત મુજબ વસ્તુઓ મળતી હતી જેથી ઘણી રાહત હતી પરંતુ હવે ફાંફા મારવા પડે છે.

રાત્રી દરમિયાન અનેક મુસાફરો બહાર જનાર અને આવનારા હોય છે તેવા સમયે ડેપોમાં તદ્દન અંધારુ હોય છે માત્ર એક જ ટયુબ લાઇટ ચાલે છે એમાં પ્રજાને સલામતી કેટલી એ અંગે કોઇ ધ્યાન આપતુ નથી.

વડોદરા ડીવીઝનમાં સૌથી વધારે આવક રળી આપતા છોટાઉદેપુર ડેપોમાં છેલ્લા ઘણા સમયથી અચાનક બસ રૃટો રદ કરવાની અને અનિયમિત બસો જવા અંગેની ગંભીર ફરિયાદો મુસાફરો કરે છે. છતાં કોઇ ધ્યાન અપાતુ નથી. જેને લઇ ભવિષ્યમાં ડેપોને આવકમાં ભારે નુક્સાન જાય તો નવાઇ નહી.પાદરા-જંબુસર હાઇવે પર સરદાર પટેલ માર્કેટના દબાણો હટાવાયા
Posted on Wednesday June 21, 2017

આખરે તંત્ર જાગ્યુંને પગલાં લેવાયા ઃ હંગામી દબાણો પર જેસીબી ફરી વળ્યું

થોડા દિવસ પહેલા દબાણો બાબતે સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતોઃ કાચા પાકા મળી કુલ ૫૦ જેટલા દબાણો હટાવવામાં આવ્યા

પાદરા, તા.૨૦

પાદરા – જંબુસર હાઇવે રોડ પર સરદાર પટેલ શાકમાર્કેટ પાસે ગેરકાયદેસર લારી ગલ્લા પથારા સહિતના ૫૦ જેટલા દબાણો દુર કરી જગ્યા ખુલ્લી કરવામાં આવતા રહીશોમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી હતી.

પાદરા – જંબુસર હાઇવે પરના સરદાર પટેલ શાકમાર્કેટ ચાર રસ્તા પાસે ગેરકાયદેસર અડચણરૃપ લારીઓ વાળા દ્વારા આડેધડ લારીઓ ઉભી કરતા વારંવાર ટ્રાફીક થઇ જતો હોય છે. જેથી આ વિસ્તારના રહીશોને અવર જવર કરવામાં ઘણી મુશ્કેલીઓ પડતી હતી.

જેના કારણે શનિવારની મોડી સાંજના રહીશો યુવાનો વિફર્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. દરમિયાન વાહનોની કતારો લાગતા ટ્રાફિક જામ થઇ ગયો હતો. પોલીસે ઘટના સ્થળે આવી કાયદેસરની કાર્યવાહી કરી હતી. દબાણ કરતા લારી ગલ્લાઓને સોમવાર સુધીમાં ખસી જવા માટે અલ્ટીમેટમ આપ્યું હતું.

વધુમાં આ લારીઓવાળા દ્વારા ફ્રુટ અને શાકભાજીનો કચરો પાછળ આવેલ વરસાદી કાંસમાં ફેકતા હોવાથી ગંદકીનું પણ સામ્રાજ્ય વધી ગયું હતું. મચ્છરોનો ત્રાસ વધતા આસપાસના રહીશોને રહેવું મુશ્કેલ બન્યું હતું.

આ અગાઉ બે વખત આંદોલનો કરવામાં આવ્યા હતા. વારંવાર રજૂઆતો પણ કરવામાં આવી હતી. છતાં પણ પરિસ્થિતિમાં કોઇ ફેરફાર સત્તાધીશો દ્વારા કરવામાં આવતો ન હતો અને પરિણા શુન્ય આવતું હતું.

આ પ્રશ્ને શનિવારની સાંજે વિસ્તારના રહીશો યુવકો હાઇવે રોડ પર ઉતરી આવ્યા હતા. દબાણો દુર કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

દરમિયાન દબાણકર્તાઓ લારી ગલ્લાવાળા સહિત સ્થાનિક રહીશો દ્વારા સામ સામે આક્ષેપ બાજી થવા પામી હતી. ભારે હોબાળો મચતા પોલીસ તેમજ પાદરા નગરપાલિકાના પ્રમુખ પરેશ ગાંધીને પણ ઘટના સ્થળે દોડી આવવાની ફરજ પડી હતી.

સ્થાનીક રહીશોનો મિજાજ જોઇ પરેશ ગાંધી સહિત નગરપાલિકા એકશનમાં આવી હતી. સોમવાર સુધીમાં દબાણકર્તાઓને ખસી જવા માટે અલ્ટીમેટમ આપ્યું હતું.

છતાં પણ કેટલાક લારી ગલ્લા અને દબાણકર્તાઓએ દબાણ હટાવેલા નહીં જેના પગલે આજે બપોરના પાદરા નગર ચીફ ઓફિસર સ્ટાફના માણસો બે જેસીબી મશીનો સાથે સઘન પોલીસ બંદોબસ્ત હેઠળ ૫૦ થી વધુ લારી ગલ્લા પથારાવાળા સહિતના દબાણો દુર કરવામાં આવ્યા હતા. પાદરા સરદાર માર્કેટના ચાર રસ્તા પાસેના દબાણો દુર કરવામાં આવતા અન્ય જગ્યાએ દબાણકર્તા ઇસમોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

એક તરફ પાલિકા દ્વારા દબાણ દુર કરવામાં આવ્યા હતા ત્યારે બીજી તરફ નાખેલા કચરો પાલિકાએ કાંસની સાફ સફાઇ તાત્કાલિક શરૃ કરી દીધી હતી. દરમિયાન લોકટોળા ઉમટી પડયા હતા. સ્થાનિક રહીશોમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી હતી.Back to top