Gujarati Samaj of NSW

Current News

 

દિલ્હીથી આવતાં નાઈજિરિયન યુવક પાસેથી મળ્યું 6 કરોડનું ડ્રગ્સ
Posted on Wednesday June 21, 2017

ડ્રગ્સના જથ્થા સાથે એનસીબી (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)એ કાલુપુર રેલવે સ્ટેશનથી એક નાઇજિરિયન યુવકની મોડી રાતે ધરપકડ કરી છે. એનસીબીએ નાઇજિરિયન યુવક પાસેથી કોકેન અને એમ્ફેટામાઇન ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો. 587 ગ્રામ કોકેઈન અને 700 ગ્રામ એમફેટામાઈન ઝડપાયું છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે દિલ્હીથી નાઇજિરિયન યુવકના થેલામાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ લઇને ગરીબરથ ટ્રેનમાં આવી રહ્યો હોવાની બાતમી એનસીબીના અધિકારીઓને મળી હતી. બાતમીના આધારે મોડી રાતે કાલુપુર રેલવે સ્ટેશન પર એનસીબીના અધિકારીઓ તેમજ કાલુપુર રેલવે પોલીસ વોચમાં બેઠાં હતા ત્યારે મોડી રાતે પ્લેટફોર્મ નંબર 4 પર આવેલી ગરીબરથ ટ્રેનમાંથી એક નાઇજિરિયન યુવક ઊતર્યો હતો. એનસીબીની ટીમે તેને ઝડપી લીધો હતો અને તેની પાસે રહેલી બેગમાં તપાસ કરતા શંકાસ્પદ નશીલો પાઉડર મળી આવ્યો હતો.

એનસીબીના અધિકારીઓ નાઇજિરિયનની પૂછપરછ કરતાં તેનું નામ જોન બિલિયન હોવાનું સામે આવ્યું હતું. શંકાસ્પદ નશીલા પાઉડરનું એફએસએલની ટીમે પરીક્ષણ કરતાં કોકેન અને એમ્ફેટામાઇન ડ્રગ્સ હોવાનું સામે આવ્યું હતું. વધુમાં તેમને જણાવ્યું છે કે જોન પાસેથી મળી આવેલા ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય કિંમત 6 કરોડ રૂપિયા થાય છે. દર અઠવાડિયે જોન દિલ્હીથી કરોડો રૂપિયાનું કોકેન તેમજ એમ્ફેટામાઇન લઇને અમદાવાદ આવતો હતો અને અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનથી ટિકિટ કઢાવીને મુંબઇ ડ્રગ્સની ડિલિવરી આપવા માટે જતો હતો. જોન કાલુપુર રેલવે સ્ટેશન પરથી ગોવાની ટિકિટ લેતો હતો અને મુંબઇ ઊતરી જતો હતો. જોન ક્યાંથી ડ્રગ્સ ખરીદતો હતો, મુંબઇમાં કોને ડ્રગ્સ આપતો હતો તે મામલે તેની આકરી પૂછપરછ શરૂ કરી છે.દિલ્હીથી મુંબઇ ટ્રેનમાં માત્ર 9 કલાકમાં પહોંચાશે!, અમદાવાદીઓ-વડોદારાવાસીઓને થશે ફાયદો
Posted on Wednesday June 21, 2017

જી હાં, દિલ્હી-મુંબઇ રેલવે કોરિડોર અંતર્ગત અમદાવાદ અને વડોદરા ક્ષેત્રમાંથી પસાર થતી ટ્રેન માત્ર 9 કલાકમાં મુંબઇથી દિલ્હી પહોંચાડશે. કારણ કે આ કોરિડોર પરથી પસાર થતી ટ્રેનની ગતિ એક કલાકમાં 160 કિલોમીટરનું અંતર કાપતી હશે. આ રેલવે કોરિડોર અંતર્ગત ગતિ વધારવા માટેના પ્રોજેક્ટ માટે નીતિ આયોગે મંજૂરી આપી દીધી છે.

દિલ્હી-મુંબઇ અને દિલ્હી-હાવડા રેલવે કોરિડોરમાં ટ્રેનોની ગતિ વધારવા માટેના મહત્વકાંક્ષી 18000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટને નીતિ આયોગની મંજૂરી મળી ગઇ છે. હવે તેને કેબિનેટની મંજૂરી માટે મૂકાશે. આ મોટો પ્રોજેક્ટ રેલવે ઓપરેટિંગમાં મોટો ફેરફાર લાવશે અને ભારતીય રેલવે નેટવર્કના એ વ્યસ્ત રૂટ પર ટ્રેનોની ઓપરેટિંગ સ્પીડ એક કલાકમાં 160 કિલોમીટરની રહી શકશે.

નવી દિલ્હી-મુંબઇ રેલવે માર્ગ 1483 કિલોમીટર લાંબો છે અને તેમાં વડોદરા-અમદાવાદ ક્ષેત્ર સામેલ છે અને તેના પર 11,189 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. નવી દિલ્હી-હાવાડ રેલવે માર્ગ 1525 કિલોમીટર લાંબો છે અને કાનપુર-લખનઉ ખંડ સામેલ છે. તેના પર 6974 રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે.

ત્રણ મહાનગરોની વચ્ચે મુસાફરીના સમયમાં ઘટાડો લાવવાના હેતુસર તૈયાર આ પ્રોજેક્ટની અંતર્ગત 3000 કિલોમીટરના સંપૂર્ણ માર્ગની બંને બાજુ તારની વાડ બાંધવાની સાથે સિગ્નલ સિસ્ટમને અપગ્રેડ કરાશે. તેમજ રેલવે ફાટકોને સમાપ્ત કરાશે તથા ટ્રેન સેફ્ટી વૉર્નિંગ સિસ્ટમ સહિત બીજી કામ થશે. જેથી કરીને ટ્રેન એક કલાકમાં 160 કિલોમીટરની ઝડપે દોડી શકે.

આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા રેલવેનના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે 1000 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ માટે નીતિ આયોગની મંજૂરી લેવી પડશે. નીતિ આયોગ પાસેથી ગઇકાલે મંજૂરી મળ્યા બાદ પ્રસ્તાવ પર હવે એક્સ્ટેન્ડેડ રેલવે બોર્ડ વિચાર કરશે. એકસટેન્ડેડ રેલવે બોર્ડમાં બોર્ડના સભ્યો સિવાય ખર્ચ વિભાગ, કાર્યક્રમ અમલીકરણ વિભાગ, તથા નીતિ આયોગના વરિષ્ઠ પ્રતિનિધિ સામેલ છે. રેલવે બોર્ડની મંજૂરી બાદ તેને મંત્રીમંડળની મંજૂરી માટે મોકલાશે.અમદાવાદ ‘તું કેટલા દિવસ બચીને રહીશ,ગમે ત્યારે મારી પાસે આવવું પડશે’
Posted on Wednesday June 21, 2017

આરપીએફના પીઆઈએ ૩૨ વર્ષીય મહિલા કોન્સ્ટેબલને દ્વિઅર્થી મેસેજ કરવા ઉપરાંત અવાર-નવાર ફોન કરી હેરાન કરતાં મહિલા કોન્સ્ટેબલે પીઆઈ સામે ફરિયાદ નોંધાવી છે.

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતી અને રેલવે સુરક્ષા ફોર્સમાં નોકરી કરતી ૩૨ વર્ષીય મહિલાએ તેના ડિવિઝન ઇન્સ્પેકટર વિરુધ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે કે, ઇન્સ્પેકટર સુરેશ ચૌધરી ડિવિઝન ઇન્સ્પેકટર છે તેઓ સવાર સાંજ પર્સનલ મોબાઇલ નંબર પરથી દ્વિ-અર્થી મેસેજ કરતા હતા અને મહિલાની જ્યા નોકરી હોય ત્યા ફોન કરી વાતો કરવા કોશિષ કરતા હતા. ઉપરાંત ફોન કરી કોઇના કોઇ બહાને ઘરે બોલાવવાની કોશિષ કરતા હતા.

મહિલાએ ફરિયાદમાં આક્ષેપ કર્યા છે કે, પીઆઇનો ઇરાદો મારી ઇચ્છા વિરુધ્ધ મને શારીરિક રીતે પોતાની જાળમાં ફસાવવાનો હતો. દરમિયાનમાં તાજેતરમાં પીઆઇએ મહિલા કોન્સ્ટેબલને ધમકી આપી હતી કે, તું કેટલા દિવસ બચીને રહીશ ગમે ત્યારે તારે મારી પાસે આવવું પડશે. પીઆઇ વિરુધ્ધ ડીએસસીને સત્ય પ્રકાશને ફરિયાદ કરાતાં તેમણે પણ મહિલાની ફરિયાદ ધ્યાને લીધી ન હતી. મહિલા કોન્સ્ટેબલે ફરિયાદમાં વધુ આક્ષેપ કરતા જણાવ્યું હતુ કે, ઇન્સ્પેકટર સુરેશ ચૌધરી વિરુધ્ધ ભ્રષ્ટાચારનો કેસ ગાંધીધામમાં નોંધાયો હતો, મણિનગર ખાતે રેપ તથા અન્ય કેસ, પાટણમાં રીટાયર્ડ એએસઆઇ દ્વારા નકલી ભરતીનો કેસ રજીસ્ટર કરવામાં આવ્યો હતો.સાધ્વી પાસે ગુજરાત પાસિંગની કાર કોની? ભાગવાની તૈયારી સાથે જ આવી હતી મોલમાં
Posted on Wednesday June 21, 2017

અઠવાડીયા પહેલા પાલનપુરની સાધ્વી જયશ્રીગીરી પોલીસને થાપ આપી ભાગી ગઇ હતી. સાધ્વી પાછળ ક્રાઇમ બ્રાંચની ત્રણ ટીમો તપાસ કરી રહી હતી દરમિયાનમાં સાધ્વી જયશ્રીગીરીને ઉદેપુર ટોલ નાકા પાસે ક્રાઇમ બ્રાંચની ટીમે પકડી લીધી હોવાનુ ક્રાઇમ બ્રાંચના જોઇન્ટ કમિશનરે જણાવ્યુ હતુ. સાધ્વી પાસે તેનો પુત્ર અને ડ્રાઇવર પણ હતા. સાધ્વી અમદાવાદથી ભાગી ત્યારે તે ગુજરાત  પાસિંગની કારમાં ભાગી હતી એટલે ભાગવાનો પ્રિપ્લાન તેના ભાઇ દક્ષ પરમારે બનાવ્યો હોવાનુ પોલીસ માની રહી છે. તેવામાં તેની સાથે આઇપીએસ અધિકારી કે તેમનો પુત્ર સંપર્કમાં હોવાનુ ચર્ચાઇ રહ્યું હતુ જો તપાસ થાય તો બહાર આવે કે કોણ અધિકારી સતત તેના સંપર્કમાં હતા.

CCTV ફુટેજ

અમદાવાદથી પોલીસ જાપ્તા સાથે નિકળેલી સાધ્વી જયશ્રીગીરી બુધવારે હિમાલય મોલમાં મસાજ કરાવી, શોપિંગ કરીને હાઈકોર્ટના એડવોકેટની પત્ની સાથે ફિલ્મ બાહુબલી-૨ જોઈને જાપ્તા પોલીસને ચકમો આપીને ફરાર થઈ જતા ક્રાઈમ બ્રાન્ચે પોતાનું નાક બચાવવા માટે બે વકીલ અને ચાર પોલીસ જાપ્તાના પોલીસકર્મીઓની ધરપકડ કરી હતી.જેમાં પોલીસ કર્મીઓ સસ્પેન્ડ પણ કરાયા હતા. જેસીપી જે.કે.ભટ્ટે જણાવ્યુ હતુ કે, ગુજરાત હાઇકોર્ટે સાઘ્વી જયશ્રીગીરીને ૧૦ દિવસ માટેપોલીસ જાપ્તા સાથે જામીન આપ્યા હતા.

બદલાયેલા વેશમાં સાધ્વી

દરમિયાનમાં તે પોલીસ જાપ્તા સાથે બુધવારે ઝાયડસ હોસ્પિટલથી હિમાલય મોલ આવી અને ત્યાથી ભાગી ગઇ હતી. તેને ઉદેપુર ટોલ નાકા પાસેથી ક્રાઇમની ત્રણ ટીમે પકડી પાડી છે. તેની સાથે એક બાળક અને ડ્રાઇવર મળી આવ્યા હતા. તમામને પકડી પોલીસ અમદાવાદ લાવવા રવાના થઇ છે. તેવામાં આ પ્રિપ્લાન માસ્ટર માઇન્ડ તેના ભાઇ દક્ષ પરમારે બનાવ્યો હોવાનુ પોલીસ માની રહી છે. તેની પાસે ગુજરાત પાસિંગની કાર કોની તેની પોલીસ તપાસ કરશે. બીજી તરફ આઇપીએસ અધિકારી કે તેમનો પુત્ર સંપર્કમાં કોણ તેની પોલીસ તપાસ કરશે કે કેમ તે ચર્ચાનો વિષય બન્યો છે.Pics : બેનમૂન સ્થાપત્યોની સાક્ષીમાં મોઢેરા સૂર્યમંદિરમાં 'યોગ'નો માણો અદભૂત નજારો 
Posted on Wednesday June 21, 2017

ર૧,જૂનના રોજ મહેસાણા જિલ્લાના ૧,ર૯૦ સ્થળો પર સાગમટે યોગાભ્યાસ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. દેશના સુપ્રસિધ્ધ મોઢેરા સૂર્યમંદિર ખાતે યોગદિનની ઉજવણી માટે મંગળવારે રિહર્સલ કરાયુ ત્યારે આ કાર્યક્રમમાં માધ્યમિક અને પ્રાથમિક શાળાનાં છાત્રો મળી કુલ ૮૦૦ જેટલા વિદ્યાર્થીઓ જોડાયાં હતાં. અહીં વિશ્વનાં બેનમૂન સ્થાપત્યોની સાક્ષીમાં સૂર્યનમસ્કાર સહિત યોગાભ્યાસનું રિહર્સલ કરવામાં આવ્યું હતું.

વિસનગર શહેરની એમ.એન.કોલેજના ગ્રાઉન્ડમાં બુધવારે થનાર યોગદિવસની ઉજવણીમાં એક સાથે ૧પ૧ પરિવારની ત્રણ-ત્રણ પેઢી એક સાથે યોગ કરતી જોવા મળશે. આ ૧પ૧ પરિવારના દાદા,પિતા,પૌત્ર,પૌત્રી એક સાથે યોગાભ્યાસ કરી યોગ દિવસની યાદગાર બનાવી દેશે. વિસનગરના પ્રમુખ ગૃપના સૌજન્યથી યોગક્રિયામાં ત્રણ-ત્રણ પેઢીઓને જોડવામાં આવશે.

મહેસાણા જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર છે. આ ઉપરાંત યોગ દિનની મુખ્ય ઉજવણી શહેરના મ્યુનિસિપલ ગ્રાઉન્ડ,ઓએનજીસી ગ્રાઉન્ડ,દેદિયાસણ જીઆઈડીસી,નાલંદા હાઈસ્કૂલ ખાતે થનાર છે. ભારતીય ઋષિ મનિઓએ યોગ દ્વારા અનેક સિધ્ધિઓ હાંસલ કરેલી છે. ભાગદોડ ભર્યા વર્તમાન જીવનમાં શાંતિ પ્રાપ્તિ યોગથી જ થઈ શકે તેમ છે.

બુધવારે મોઢેરા સ્થિત સૂર્યમંદિરમાં યોગ દિવસની ઉજવણી દરમ્યાન નવો જ નજારો જોવા મળશે. જ્યારે વિસનગરમાં એમ.એન.સાયન્સ કોલેજના ગ્રાઉન્ડમાં ૧પ૧ કુંટુંબની ત્રણ-ત્રણ પેઢીઓને એક સાથે યોગ કરવાની ઘટના ગાદગાર બની જશે.કોહલી સાથેના મતભેદ વચ્ચે કુંબલેનું કોચપદેથી રાજીનામું
Posted on Wednesday June 21, 2017

મુંબઈ, તા.  ૨૦

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને અનિલ કુંબલે વચ્ચે ચાલી રહેલા ગજગ્રાહ વચ્ચે કુંબલેએ કોચપદેથી રાજીનામું આપી દીધું છે. કુંબલેનો કોચપદ તરીકેનો કરાર પણ ચેમ્પિયન્સ ટ્રોફી બાદ પૂર્ણ થઈ ગયો હતો પરંતુ સંચાલકોની સમિતિના અધ્યક્ષ વિનોદ રાયે કુંબલેને વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ સુધી ભારતીય ટીમના કોચપદે જાળવી રાખ્યા હતા. કુંબલેએ રાજીનામું આપ્યું તે પહેલાં જ ભારતીય ટીમ ૨૩મી જૂનથી શરૂ થઈ રહેલી વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝ માટે વેસ્ટ ઇન્ડીઝ જવા માટે કોચ વિના જ રવાના થઈ હતી.

કુંબલેની ફ્લાઇટ ટિકિટ પણ ભારતીય ટીમના ખેલાડીઓ સાથે જ બુક કરાવી હતી તેમ છતાં કુંબલે ટીમ સાથે નહોતા ગયા. આ માટે કુંબલેએ કહ્યું કે લંડનમાં આઈસીસીની મિટિંગને કારણે ભારતીય ટીમ સાથે ગયો નથી પરંતુ મોડી સાંજે તેમણે બોર્ડને પોતાનું રાજીનામું મોકલાવી દીધું. અગાઉ ગત શનિવારે વિરાટ કોહલી અને સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી તથા વીવીએસ લક્ષ્મણની ક્રિકેટ સલાહકાર સમિતિ વચ્ચે બેઠક યોજાઈ હતી જેમાં ભારતીય કેપ્ટને સ્પષ્ટ કરી દીધું હતું કે, તે કુંબલેને કોઈ પણ ભોગે કોચ તરીકે જોવા માગતો નથી.

અનિલ કુંબલે જૂન ૨૦૧૬માં રવિ શાસ્ત્રી અને ટોમ મૂડી જેવા ૫૭ દિગ્ગજોને પછાડી ટીમ ઇન્ડિયાના કોચ બન્યા હતા. તેમની પસંદગી સચિન, સૌરવ અને લક્ષ્મણની સલાહકાર સમિતિએ કરી હતી. કોચ તરીકે કુંબલેના કાર્યકાળમાં ભારતીય ટીમે સતત પાંચ ટેસ્ટ સિરીઝ જીતી હતી અને ટેસ્ટમાં નંબર વન ટીમ બની હતી. કુંબલે કોચ હતા ત્યારે ભારતે હોમ સિઝનમાં શાનદાર દેખાવ કરતાં ૧૩માંથી ૧૦ ટેસ્ટ જીતી હતી અને બે ટેસ્ટ મેચ ડ્રો થઈ હતી.

કુંબલેના રાજીનામાના પાંચ કારણ 

કુંબલે ગત વર્ષે ટીમ ઇન્ડિયાના કોચ બન્યા હતા. એક વર્ષમાં તેણે શાનદાર દેખાવ કર્યો તો પણ પોતાની ખુરશી બચાવી શક્યા નહોતા. તેની પાછળ ઘણા કારણ છે પરંતુ સૌથી મોટું કારણ કેપ્ટન વિરાટ કોહલીને માનવામાં આવી રહ્યો છે. ૧. કુંબલેના નામ પર જાહેરમાં કોહલીનો વિરોધ, ૨. કોચ તરીકે રવિ શાસ્ત્રી કોહલીની પસંદ, ૩. રવિવારે જ કુંબલેનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થયો હતો., ૪. બોર્ડમાં કુંબલેની તરફેણ કરનાર કે ખૂલીને સાથ આપનાર કોઈ નહોતું., ૫. અનુશાસનનું સખતાઈથી પાલન કરાવવું પણ કુંબલેની વિરુદ્ધમાં ગયું હતું.

હવે શું?

બીસીસીઆઈ દ્વારા ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉ જ કોચ માટે અરજી મગાવાઈ હતી જેમાં સેહવાગ, ટોમ મૂડી, રિચર્ડ પાયબસ, ભારતીય ટીમના પૂર્વ મેનેજર લાલચંદ રાજપૂત, ડોડા ગણેશે પણ અરજી કરી છે તે પૈકી સેહવાગ અને ટોમ મૂડી કોચની રેસમાં આગળ ચાલી રહ્યા છે. તેમાં પણ બીસીસીઆઈના કેટલાક અધિકારીઓ દ્વારા જ સેહવાગને અરજી કરવા જણાવાયાનું પણ ચર્ચા ચાલી હતી.બેનામી સંપત્તિ : રાબડી દેવીનાં નામે ૧૮ ફ્લેટ!
Posted on Wednesday June 21, 2017

પટના, તા. ૨૦

આયકર વિભાગ દ્વારા મંગળવારે બેનામી સંપત્તિના કેસમાં લાલુપ્રસાદ યાદવની અનેક સંપત્તિઓની જાહેરાત કરવામાં આવી હતી. આઈટી વિભાગે લાલુની પત્ની રાબડી દેવી, તેમના પુત્ર અને પુત્રીઓના નામે રહેલી અનેક બેનામી સંપત્તિઓ શોધી કાઢી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે દિલ્હી અને પટનામાં રાબડી દેવીના નામે ૧૮ ફ્લેટ છે. આ ઉપરાંત લાલુ પરિવારની ૧૮ જેટલી બેનામી સંપત્તિ શોધી કાઢવામાં આવી છે જેમાંથી ૧૪ ટાંચમાં લેવામાં આવી છે. જેની બજાર કિંમત ૧૭૫ કરોડ રૂપિયા થાય છે. તેમાં દિલ્હીનું એક ફાર્મહાઉસ અને ન્યૂ ફ્રેન્ડ્સ કોલોનીમાં આવેલા એક બંગલાનો પણ સમાવેશ થાય છે. આઈટી વિભાગ દ્વારા આ અંગે લાલુ પરિવારને નોટિસ પણ પાઠવવામાં આવી છે.   આ અંગે લાલુના પુત્ર તેજસ્વી યાદવે જણાવ્યું કે, આઈટી વિભાગે બધું જપ્ત કર્યું હોય તો તેના દસ્તાવેજ આપો. રાજકીય લાભ લેવા માટે આવા દરોડા પાડવામાં આવી રહ્યા છે.

ગરીબોના મસીહા રાબડી પાસે ફ્લેટ ક્યાંથી આવ્યા : સુશીલ 

ભાજપના નેતા સુશીલ મોદીએ જણાવ્યું કે પૂર્વ મુખ્ય મંત્રી રાબડી દેવીનાં નામે ૧૮ ફ્લેટ છે. ગરીબોના મસીહા રાબડી દેવી પાસે ફ્લેટ ક્યાંથી આવ્યા? લાલુ રેલવે મંત્રી હતા ત્યારે લોકોને રેલવેમાં નોકરીની લાલચ આપીને ઘણી જમીન લખાવી લીધી હતી. પટનામાં દસ ફ્લેટવાળું એક એપાર્ટમેન્ટ લાલુની માતાના નામે છે.ચૂંટણી પંચ હવે યાદીમાંથી આપમેળે મતદારોના નામની બાદબાકી નહીં કરે
Posted on Wednesday June 21, 2017

અમદાવાદ, તા. ૨૦

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ કેન્દ્રીય ચૂંટણી પંચનું ગુજરાત એકમ સક્રિય બન્યું છે. આગામી જુલાઈ માસમાં મતદાર યાદીમાં નામ કમી તો નથી તે સંદર્ભે ઝુંબેશ હાથ ધરવામાં આવશે. એટલું જ નહિ પરંતુ આ વખતે ચૂંટણી પંચ આપમેળે મતદારોના નામ ડિલીટ નહિ કરે. જે તે મતદારનું નામ કમી કરવા સામેથી અરજી આવશે તેવા કિસ્સામાં યોગ્ય પ્રક્રિયા અનુસરીને નામ કમી કરવામાં આવશે. આ ડિલીટ મતદારોની યાદી ચૂંટણી સમયે રાજકીય પક્ષોને પણ આપવામાં આવશે તેમ ચૂંટણી પંચના સૂત્રો જણાવી રહ્યા છે.

કેન્દ્રીય ચૂંટણી પંચના ગુજરાત એકમના સૂત્રો કહે છે કે, ચૂંટણી પંચ આપમેળે મતદારોના નામ ડિલીટ કરવાની કાર્યવાહી નહિ કરે. હમણાં સુધી એવું હતું કે, ડોર ટુ ડોર સર્વેમાં મતદારો ન મળી આવે તો તેમના નામ કમી થતાં હતા. ઉલ્લેખનીય છે કે, છેલ્લે અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ ત્યારે મતદારોના નામ ડિલીટ થયાનું બહાર આવતાં હોબાળો મચ્યો હતો. આ વખતે ચૂંટણી પંચ યુવાઓ, મહિલાઓનું વધુમાં વધુ મતદાન થાય તે માટે જાગૃતિ ઝુંબેશ ચલાવશે. ગુજરાતમાં આશરે ૪૦ હજાર વિકલાંગ મતદારો છે, ચૂંટણી સમયે મતદાન કરવામાં તેમને કોઈ જાતની તકલીફ ન પડે તે માટે ચૂંટણી પંચના વોલન્ટીયર્સને ખડેપગે તહેનાત કરાશે. હાલની સ્થિતિએ ગુજરાતમાં કુલ વસતિ ૬.૭૩ કરોડ થવા જાય છે, તેમાં મતદારોની સંખ્યા ૪.૨૭ કરોડ છે. છેલ્લે જાન્યુઆરી સુધીમાં મતદાર નોંધણી ઝુંબેશ હાથ ધરાઈ ત્યારે ૮ લાખ મતદારોનો ઉમેરો થયો હતો. પંચને આશા છે કે હજુ ૮થી ૧૦ લાખ યુવા મતદારોનો ઉમેરો થઈ શકે તેમ છે. અત્યારે ૯૯.૯૧ ટકા મતદારો મતદાન ઓળખ કાર્ડ ધરાવે છે. જૂજ કિસ્સામાં જ મતદાર ઓળખ કાર્ડ બાકી છે.એસીબીમાં ફી મુદ્દે વાલીઓના ૧૫૦૦થી પણ વધુ ફોન કોલ
Posted on Wednesday June 21, 2017

અમદાવાદ, તા.૨૦

એન્ટી કરપ્શન બ્યુરોએ વધુ ફીની માંગણી કરતી હોય તેવી સંસ્થાઓ સામે ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરવા અપીલ કરી હતી. છેલ્લા ૧૫ દિવસમાં ૧૫૦૦થી વધુ ફરિયાદો એસીબીને મળી છે પરંતુ મોટા ભાગની ફરિયાદો ફી વધારા હોવા છતાં તેમા કાર્યવાહી થતી નથી કેમકે, વાલીઓને ફરિયાદ પણ કરવી છે પરંતુ પોતાના બાળકને જેતે સંસ્થામાં ભણાવવા સાથે તેનુ ભવિષ્ય ન બગડે તેની ચિંતા પણ ખાઇ જાય છે તેની ફરિયાદ કરવાનુ વાલીઓ ટાળી રહ્યા છે. ત્યારે અમુક શૈક્ષણિક સંસ્થાઓ અન્ય વહિવટી ખર્ચના નામે પહોચ આપીને નિયમ વિરુધ્ધ ફી વધારો લે છે પરંતુ તેમાં ફરિયાદ કેમની થાય તે ચર્ચાનો વિષય બની ગયો છે.

વડોદરાની સુમનદીપ કોલેજના સંચાલક મનસુખ શાહ અને તેના મળતિયાઓ એક વાલી પાસેથી ૨૦ લાખની લાંચ લેતા પકડાયા હતા. આ કેસ બાદ એસીબીના અધિક નિયામક હસમુખ પટેલે જણાવ્યુ હતુ કે, સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ સરકારી નિયત કરેલા ધોરણો ઉપરાંત વાલીઓ પાસેથી વધારાના નાણાં મેળવવાનો પ્રયત્ન કરે તો ભ્રષ્ટાચાર વિરોધી અધિનિયમનની કલમ-૭, ૧૩ મુજબ ગુનો બને છે. આવી શૈક્ષણિક સંસ્થા સામે ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરવા એસીબી દ્વારા જાહેરાત કરાઇ હતી. આ જાહેરાત બાદ રોજના એસીબી પર ૧૦૦થી વધુ ફોન કોલ આવતા હતા પરંતુ વાલીઓને પોતાના બાળકોને તે જ સંસ્થામાં અભ્યાસ કરવો છે અને તેમને ફરિયાદ પણ કરવી છે. બીજી તરફ પોતાના બાળકનુ ભણતર ન બગડે તેમ ઇચ્છી ફરિયાદ પણ કરવી નથી. વધુ ફી લઇ પહોચ આપવાના કિસ્સામાં એસીબીએ ફી કમિટિમાં ફરિયાદ કરવા વાલિઓને જાણ કરી હતી.ગાંધીનગર મનપામાં ચેરમેનના  અભદ્ર ભાષા પ્રયોગ મુદ્દે હોબાળો
Posted on Wednesday June 21, 2017

ગાંધીનગર, તા.૨૦

ગાંધીનગર કોર્પોરેશનની સામાન્ય સભા આજે મુલતવી રહેવા પામી હતી. સ્થાયી સમિતી ચેરમેન મનુભાઈ પટેલે મહિલા કર્મચારી સમક્ષ કરેલા અભદ્ર વાણી વિલાસના વિરોધમાં આજે કોંગ્રેસ ખરા અર્થમાં વિપક્ષની ભુમિકામાં આવી ગયું હતું. રાષ્ટ્રગાનના સમાપન સાથે જ કોંગ્રેસ આક્રમક બન્યું હતું. કોંગ્રેસના સભ્યો પોતાની ખુરશી પર ન બેસતાં ઉભા જ રહ્યા. ચેરમેન સાહેબ અહીં બેઠા છે, સભ્યો બેસતા નહી, નહિતો સભ્યપદ ગુમાવશો…તેમ કહીને ચેરમેનની માનસિકતાને છતી કરવામાં આવી હતી. આ રીતે સભા વચ્ચે જ ચેરમેનને પ્રતિક્રિયા આપી ચાબખા માર્યા હતા.Back to top